Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

એમેરિકની ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલીએ ગવર્નર. એન્ડ્રુ ક્યુમો સામે મહાભિયોગની તપાસને મંજૂરી આપી : ગવર્નર ક્યુમો સામે 6 મહિલાઓએ કર્યા છે જાતીય સતામણીના આરોપ : રિપબ્લિકન અને ડેમોક્રેટસ, બન્નેના ધારાસભ્યો કરી રહ્યા છે ગવર્નર ક્યુમોના રાજીનામાની માંગ

ન્યુયોર્કના રાજ્યના અનેક ધારાશાસ્ત્રીઓ ગવર્નર. એન્ડ્રુ ક્યુમોના રાજીનામાની હાકલ કરી રહ્યા છે. આ સમયે ડેમોક્રેટસ સંખ્યાબંધ કૌભાંડોના આરોપો નો સામનો કરી રહ્યા છે.

ગુરુવારે ન્યુ યોર્ક રાજ્યના એસેમ્બલીના અધ્યક્ષ કાર્લ હેસ્ટીએ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે જ્યારે હવે છઠ્ઠી મહિલા, ગવર્નર. એન્ડ્રુ ક્યુમો સામે જાતીય દુષ્કર્મના આરોપો સાથે આગળ આવ્યા બાદ, તેમણે ન્યાય સમિતિને ગવર્નર. એન્ડ્રુ ક્યુમો સામે મહાભિયોગ તપાસ શરૂ કરવાની સત્તા આપી છે. આ મહિલા, જેની જાહેરમાં ઓળખ નથી થઈ, તે કથિત રીતે કામ સંબંધિત પ્રોજેક્ટ માટે બોલાવાયા બાદ, ક્યુમોએ ગવર્નરના રહેઠાણમાં અયોગ્ય રીતે તેણીને સ્પર્શ કર્યો હોવાની જાણ કરવા અલ્બેની પોલીસ વિભાગમાં ગઈ હતી.

ક્યુમોના કથિત વર્તન અંગેના ઘટસ્ફોટ જાહેર થતાં જ રાજ્યના મોટાભાગના ધારાસભ્યોએ તેમને હટાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. બે પત્રો, જેમના એકમાં 20 રાજ્યના રિપબ્લિકન અને બીજામાં 59 ડેમોક્રેટ્સ દ્વારા, ગવર્નર ક્યુમોને આ અઠવાડિયે મોકલવામાં આવ્યા હતા, જેમાં તેઓએ ગવર્નર ક્યુમોને પદ છોડવાની માંગ કરી હતી.

નવીનતમ આક્ષેપો થયા પછીથી, ન્યુ યોર્ક સિટીના મેયર બિલ ડી બ્લેસિઓ (ડી) એ પણ ક્યુમોની આકરી ટીકા કરી છે અને તેમની સામેના દાવાઓને “ભારે આઘાતજનક” ગણાવ્યા છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં પત્રકારો સાથે વાત કરતી વખતે ગવર્નર ક્યુમોએ પોતાની સામે થયેલા જાતીય સતામણીના અનેક આરોપોને નકારી કાઢતા કહ્યું હતું કે તેમની સામેના આરોપો ખોટા છે. વધતા જતા વિરોધ અને આરોપો વચ્ચે ડેમોક્રેટ ગવર્નર ક્યુમોએ કહ્યું છે કે પદ છોડવાનો તેમનો કોઈ ઇરાદો નથી.

(11:45 pm IST)