Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થીએ ' ગન સેલ્સ બિલ 'ફરીથી હાઉસમાં રજૂ કર્યું : ગન ખરીદનારે ઓર્ડર આપ્યા પછી 3 દિવસ રાહ જોવી પડશે : વેઇટિંગ પીરિયડના કારણે હિંસા ,તથા આત્મહત્યાના કિસ્સાઓમાં ઘટાડો થશે

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થીએ ' ગન સેલ્સ બિલ 'ફરીથી હાઉસમાં રજૂ કર્યું છે. જેને સમોસા કોક્સ તરીકે ઓળખાતી તેઓની  ટિમ કે જેમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરા ,સુશ્રી પ્રમીલા જયપાલ ,તથા શ્રી રો ખન્નાનો સમાવેશ થાય છે તેણે સમર્થન આપ્યું છે . જે અંતર્ગત ગન ખરીદનારે ઓર્ડર આપ્યા પછી 3 બિઝનેસ દિવસ સુધી રાહ જોવી પડશે . આ  વેઇટિંગ પીરિયડના કારણે  વેચાણમાં ઘટાડો થવાની ઉમ્મીદ રાખવામાં આવી છે.આ બિલને કુલ ઓફ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે .

ઉલ્લેખનીય છે કે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના સંશોધનમાં જાણવા મળ્યા મુજબ  ગન ખરીદવાના વેઇટિંગ પીરીયડને કારણે હિંસા તથા આત્મહત્યાના કિસ્સાઓમાં ઘટાડો થઇ શકે છે.

(7:07 pm IST)