Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

ન્યુ યોર્ક સ્ટેટ એસેમ્બલી મેમ્બર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી જેનિફર રાજકુમારે મહત્વની કમિટીઓમાં સ્થાન મેળવ્યું : ન્યાયતંત્ર, વેટરન્સ અફેર્સ, સ્મોલ બિઝનેસ ,ગ્રાહક બાબતો સહિતની કમિટીઓમાં શામેલ કરાયા : ડાઇવર્સીટી ઈન લો સબ કમિટીના ચેર પર્સન બન્યા

ન્યુયોર્ક : ન્યુ યોર્ક સ્ટેટ એસેમ્બલીમાં 38 મા ડિસ્ટ્રીક્ટમાંથી ચૂંટાઈ આવેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી જેનિફર રાજકુમારે 1 માર્ચના રોજ જણાવ્યા મુજબ તેમણે જુદી જુદી મહત્વની કમિટીઓમાં સ્થાન મેળવ્યું છે.
પોતાના સમર્થકોને મોકલેલ  એક ઇમેઇલમાં સુશ્રી રાજકુમારે જણાવ્યું હતું કે તેમને ન્યાયતંત્ર, વેટરન્સ અફેર્સ, નાના વ્યવસાય, ગ્રાહક બાબતો અને સુરક્ષા અને એજિંગ સહિતની કમિટીમાં મહત્વની  ભૂમિકા સોંપવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે , હવે હું ઓછા ખર્ચે બધા માટે પોસાય તેવી સ્વાસ્થ્ય વ્યવસ્થા ,બાળકો માટે શૈક્ષણિક તકો, જાહેર પરિવહન સુધારણા સહિતની બાબતોમાં વધુ લડત આપી શકીશ.

ઉલ્લેખનીય છે કે સુશ્રી જેનીફરને ડાઇવર્સીટી ઈન લો સબ કમિટીના ચેર પર્સન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.જેના કારણે હવે તેઓ લઘુમતીના પ્રશ્નોને ન્યાય અપાવી શકશે.

(6:35 pm IST)