Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

એચ -1 બી વિઝા ધારકોનાં જીવનસાથીને એચ -4 વર્ક ઓથોરાઇઝેશન પરમીટ મળવામાં વિલંબ થઇ રહ્યો છે : ઇન્ડિયન અમેરિકન મહિલાઓના ગ્રુપનું મંતવ્ય


વોશિંગટન : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ એચ -1 બી વિઝા ધારકોનાં જીવનસાથીને કામ કરવાનો અધિકાર આપ્યો હતો.જે અંતર્ગત તેઓ  એચ -4 વર્ક ઓથોરાઇઝેશન પરમીટ મેળવી શકતા હતા.પરંતુ છેલ્લા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આ પદ્ધતિ નાબૂદ કરવા માંગતા હતા.જેના કારણમાં તેમની અમેરિકન ફર્સ્ટની પોલિસી જવાબદાર હતી.

હવે વર્તમાન પ્રેસિડન્ટ જો બિડનના શાસનમાં આ વર્ક વિઝા પદ્ધતિ ચાલુ રહેવાની આશા બંધાઈ છે.પરંતુ હજુ સુધી એચ -1 બી વિઝા ધારકોનાં જીવનસાથીને  એચ -4 વર્ક ઓથોરાઇઝેશન પરમીટ મળવામાં વિલંબ થઇ રહ્યો છે તેવું મંતવ્ય તાજેતરમાં આઈ.ટી.વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓના જૂથે વ્યક્ત કર્યું છે.

જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે  સપ્તાહના અંતે આવી ભારતીય મહિલાઓના જૂથે સેન જોસ, કેલિફોર્નિયામાં એક વિરોધ કૂચનું આયોજન કર્યું હતું, જેમાં SaveH4EAD  સૂત્ર સાથે મહિલાઓ જોડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે એચ -4 વર્ક પરમીટ ધરાવતા જીવનસાથીમાં મોટા ભાગની મહિલાઓ છે.જે પૈકી 90 ટકા ઇન્ડિયન અમેરિકન છે.

 

(6:10 pm IST)