Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

દર 4 માંથી 1 એશિયન અમેરિકન મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે : ' સાહસ ફોર કોઝ 'ના ઉપક્રમે 25 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા વેબિનારમાં સુશ્રી પલ્લવી ધવનનું ઉદબોધન

લોસ એંજલ્સ : ઘરેલુ હિંસાથી એશિયન અમેરિકન મહિલાઓને મુક્ત કરાવવા અને કાયદાઓથી વાકેફગાર કરવા કાર્યરત નોનપ્રોફિટ  ' સાહસ ફોર કોઝ 'ના ઉપક્રમે 25 ફેબ્રુઆરીના રોજ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ડિરેક્ટર ઓફ ડોમેસ્ટિક વાયોલન્સ પોલિસી એટર્ની ઓફિસ લોસ એંજલસ સીટી સુશ્રી પલ્લવી ધવને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે દર 4 માંથી 1 એશિયન અમેરિકન મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે .

ખાસ કરીને કોવિદ -19 સંજોગોમાં આ ઘરેલુ હિંસાનું પ્રમાણ વધેલું જોવા મળ્યું છે.  કારણકે સ્ટે-એટ-હોમ ઓર્ડર , સામાજિક એકલતા અને મુસાફરી ઉપર પ્રતિબંધો,  સહિતની પરિસ્થિતિને કારણે પોસ્ટ  ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને ડિપ્રેસન, ના કારણે  આ દિવસો દરમિયાન મદદ માટેના ફોનકોલનું પ્રમાણ વધી ગયું હતું. જેના કારણમાં તેમણે જણાવ્યા મુજબ એશિયન અમેરિકન મહિલાઓ સરકારે રોગચાળા દરમિયાન અમલી બનાવેલા નવા કાયદાઓથી અજ્ઞાત છે.

સાહસ ફોર કોઝ એ કોમ્યુનિટી હેલ્થ માટે કાર્યરત સંસ્થા છે. આ પ્રોજેક્ટ લોસ એન્જલસ કાઉન્ટી ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થ સાથે સહયોગ સાધી કામ કરે છે. વિશેષ માહિતી સંસ્થાની વેબસાઈટ www.saahasforcause.org દ્વારા અથવા કોન્ટેક નંબર  562-526-2508 દ્વારા મેળવી શકાશે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:23 pm IST)