Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

આ વર્ષે ભારત દેશ વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા અર્થતંત્ર તરીકેનું સ્થાન મેળવશે : કોવિદ -19 મંદી પછી જો 12.6 ટકાનો જીડીપી રેટ હાંસલ થાય તો ભારત સૌથી ઝડપી વિકસી રહેલું રાષ્ટ્ર બનશે : ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ( OECD ) નો અહેવાલ

લંડન : ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ( OECD ) ના 9 માર્ચના રોજ પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં જણાવાયું છે કે કોવિદ -19 મંદી પછી જો 12.6 ટકાનો જીડીપી રેટ હાંસલ થાય તો ભારત સૌથી ઝડપી વિકસી રહેલું રાષ્ટ્ર બનશે .

લગભગ એક સદીના એક ક્વાર્ટરમાં પ્રથમ વખત ભારતનું અર્થતંત્ર મંદીમાં ગરકાવ થઈ ગયું. જો કે, તેણે 2020 ના અંતિમ ત્રણ મહિનામાં જીડીપીમાં 0.4 ટકાનો વધારો નોંધાવ્યો, તથા તેની મંદીનો અંત લાવી દીધો.

અહેવાલમાં જણાવાયું છે કે,  વર્ષ ૨૦૨૦ માં ભારતીય અર્થવ્યવસ્થામાં આશરે 7 ટકાનો ઘટાડો થયો છે.  ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ( OECD ) દ્વારા કરાયેલા અનુમાન પ્રમાણે  એપ્રિલથી શરૂ થતાં દેશના નાણાકીય વર્ષ દરમિયાન ભારતના કુલ સ્થાનિક ઉત્પાદમાં 12.6 ટકાનો વધારો થવાનો અંદાજ છે. અને જો તે હાંસલ થાય તો ભારત સૌથી ઝડપી વિકસી રહેલું રાષ્ટ્ર બનશે .તેવું  ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(6:49 pm IST)