Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ઇન્ડિયન અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ મહિલા સુશ્રી અંજલિ મેહરોત્રાએ ન્યૂ જર્સી સ્ટેટ એસેમ્બલી વુમન તરીકે ઉમેદવારી નોંધાવી : અમેરિકન ડ્રિમ સાકાર કરવાનો હેતુ

ન્યુજર્સી : નેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર વિમેન ઓફ ન્યુ જર્સી એન્ડ માઉન્ટેનસાઇડ ડેમોક્રેટિક મ્યુનિસિપલ ચેરનાં પ્રેસિડન્ટ, કમ્પ્યુટર સાયન્ટિસ્ટ મહિલા સુશ્રી  અંજલિ મેહરોત્રાએ 21મા ડિસ્ટ્રીક્ટમાંથી  ન્યુ જર્સી સ્ટેટ એસેમ્બલી માટે ઉમેદવારી નોંધાવી છે.

ઉમેદવારી નોંધાવવાના હેતુ અંગે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ અમેરિકન ડ્રિમ સાકાર  બનાવવા માંગે છે.

ભારતમાં જન્મેલા અને ઉછરેલા સુશ્રી અંજલિએ જણાવ્યું હતું કે તેઓ ઉચ્ચ શિક્ષણ માટે ન્યુજર્સી ગયા હતા જ્યાં તકો મળતા તેઓ સ્થાયી થઇ ગયા હતા.તથા પોતાના પતિ અને પુત્રીઓ સાથે રહે છે.  અલબત્ત તેમણે કહ્યું હતું કે તેઓને વર્ણભેદ તથા ઈમિગ્રન્ટ્સના પડકારોનો સામનો કરવો પડ્યો હતો.પરંતુ સંપૂર્ણ આશાવાદ અને અસ્તિત્વ ટકાવી રાખવા સાથે તેઓ તમામ મુશ્કેલીઓનો સામનો કરી શક્યા  હતા. તથા પુત્રીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શક્યા છે.

તેઓ આ અગાઉ માઉન્ટેનસાઇડ કાઉન્સિલ વુમન તરીકે ઉમેદવારી નોંધાવી ચુક્યા છે.જેમાં તેઓ પરાજિત થયા હતા.તેમણે કોમ્યુટર એન્જીનીઅરીંગની બેચલર ડિગ્રી મેળવેલી છે.તથા મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ વિષય સાથે માસ્ટર ડિગ્રી મેળવી છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:47 pm IST)