Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 7 ભારતીય અગ્રણી મહિલાઓનું અમેરિકામાં સન્માન કરાયું : FIA , બ્રુકલીન બરો પ્રેસિડન્ટ , તથા ન્યુયોર્ક સ્થિત ભારતીય દૂતાવાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો : પોતાના વ્યવસાય સાથોસાથ સમાજ માટે વિશિષ્ટ યોગદાન આપનાર સાતે મહિલાઓને મોમેન્ટો આપી બહુમાન કરાયું

ન્યુયોર્ક : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમેરિકાના ન્યુયોર્કમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ( FIA ) ઓફ ન્યુયોર્ક ,ન્યુજર્સી કનેક્ટીકટ , બ્રુકલીન બરો પ્રેસિડન્ટ ઓફિસ ,તથા ન્યુયોર્ક સ્થિત ભારતીય દૂતાવાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત પોતાના વ્યવસાય તથા સમાજ માટે વિશિષ્ટ યોગદાન આપનાર 7 ભારતીય અગ્રણી મહિલાઓનું સન્માન કરાયું હતું.જેઓને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

આ તકે ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલે  જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ એ સામાજિક-આર્થિક વિકાસનો મુખ્ય ભાગ છે, જે અંતર્ગત પોતાના વ્યવસાય તથા સમાજ માટે વિશિષ્ટ યોગદાન આપનાર 7 ભારતીય અગ્રણી મહિલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. શ્રી જયસ્વાલ દ્વારા આ મહિલાઓને  સન્માનપત્રો તથા સ્મૃતિચિત્ર એનાયત કરાયા હતા. તથા કોવિડ રોગચાળાના પડકારજનક સમયમાં પણ આ મહિલાઓએ  તેમના વ્યવસાયની સાથોસાથ વિવિધ સામાજિક સેવાઓ ચાલુ રાખી હતી તે બદલ તેઓની  પ્રશંસા કરી હતી.

આ એવોર્ડ મેળવનારાઓને બ્રુકલિન બરો પ્રમુખ એરિક એડમ્સએ સ્મૃતિચિત્ર અને પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા. નિવેદનમાં જણાવાયું છે કે બરો  પ્રમુખ માટે દક્ષિણ એશિયન બાબતોનું સંચાલન કરનાર શ્રી દિલીપ ચૌહાણે એડમ્સ વતી શુભેચ્છાઓ પાઠવી હતી.

પુરસ્કારો મેળવનારાઓમાં વડોદરાના નવચરણ એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ સુશ્રી તેજલ અમીન, હાર્ટફોર્ડ હેલ્થકેરમાં ચિકિત્સક તરીકે સેવા આપતા ડો. ઉમા રાણી  દંત ચિકિત્સક ડો.આભા જયસ્વાલ, નર્સ સુશ્રી રશ્મિ અગ્રવાલ, એટર્ની સુશ્રી  સબિના ધીિલ્લોન, , ‘માસ્ક સ્ક્વોડ’, તથા નિર્માતા, અભિનેત્રી સુશ્રી રશના શાહ, નો સમાવેશ થતો હતો તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(3:17 pm IST)