Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

''વર્લ્ડ સ્કૂલ ડીબેટીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધા'' : જુલાઇ ૨૦૨૦માં યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા પસંદ કરાયેલી યુ.એસ.ની ડીબેટ ટીમમાં સ્થાન મેળવતા ર ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ

કેલિફોર્નિયાઃ છેલ્લા ૩ વર્ષથી યોજાતી વર્લ્ડ સ્કૂલ ડીબેટીંગ ચેમ્પીયશીપ સ્પર્ધામાં ભાગ લેવા અમેરિકાની ડીબેટ ટીમમાં જુદી જુદી હાઇસ્કુલોના ૧૨ સ્ટુડન્ટસની નેશનલ સ્પીચ એન્ડ ડીબેટ એશોશિએશનના મેમ્બર્સ તરીકે પસંદગી કરાઇ છે. જેમાં ર ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું છે.

૨૦૧૯-૨૦ની સાલ માટે પસંદ થયેલા આ બે સ્ટુડન્ટસમાં રિચમન્ડ કેલિફોર્નિયાની કેનેડી હાઇસ્કૂલના રોહિત ઝાવર તથા ન્યુજર્સીની વોચંગ હિલ્સ રિજીયોનલ હાઇસ્કુલની રૂપા ઇરાકમએ સ્થાન મેળવ્યું છે.

બે ઇન્ડિયન અમેરિકન સાથેની યુ.એસ.ડીબેટ ટીમના ૧૨ મેમ્બર્સ આગામી વર્ષે જુલાઇ માસમાં યોજાનારી વર્લ્ડ ડીબેટીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધામાં ભાગ લેશે.

ઉપરાંત ત્યારપછીના વર્ષ માટેની ટીમમાં પસંદ કરાયેલા ૧૫ સ્ટુડન્ટસને ટ્રેનીંગ અપાશે. જેમાં પણ જયોર્જીયાની હાઇસ્કુલનો ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ વિનાયક મેનન પસંદ થયો છે.

(12:00 am IST)