Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

થાઈલેન્ડમાં ભારત સહીત 18 દેશો માટે " વિઝા ઓન એરાઇવલ " કેન્સલ : કોરોના વાઇરસ સામે સાવચેતી રૂપે લેવાયેલું પગલું

બેંગકોક : અત્યાર સુધી થાઈલેન્ડમાં આવ્યા પછી લઇ શકાતા વિઝા ઓન એરાઇવલ ભારત સહીત 18 દેશો માટે રદ કરવામાં આવ્યા છે.જે કોરોના વાઇરસ સામે સાવચેતીના પગલાં રૂપે નિર્ણય લેવાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આ 18 દેશોમાં ભારત ઉપરાંત તિબેટ ,કઝાકિસ્તાન ,બલજેરિયા ,ભૂટાન ,ઇથોપિયા ,ફિઝી ,જ્યોર્જિયા ,મેક્સિકો ,જીનીવા ,રોમાનિયા ,રશિયા ,સહિતના દેશોનો સમાવેશ થાય છે.

(8:06 pm IST)