Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

શ્રીનાથજી હવેલી - ફીનીક્સ નો પ્રવાસ : અમેરિકામાં કેલિફોર્નિયાના બેલફ્લાવર શ્રીજીમંદિરના ભાવિકોએ શ્રીનાથજીહવેલીના પાટોત્સવ નિમિત્તે પ્રવાસનું આયોજન કર્યું : સૌ વૈષ્ણવો એ મંગળા દર્શન,રાજભોગ દર્શન, હોળીખેલ દર્શન, છપ્પન ભોગ દર્શન જેવા વિવિધ દર્શન સાથે હવેલી સંગીતમાં પ્રિય એવા રસીયા (વ્રજભાષી લોક સંગીત) નો અલૌકિક લ્હાવો લીધો

કેલિફોર્નિયા  :  કેલિફોર્નિયાના બેલફ્લાવર ના શ્રીજીમંદિરના ભાવિકોએ '' શ્રીનાથજીહવેલીના પાટોત્સવ નિમિત્તે ફેબ્રુઆરી ૧૪,૧૫,અને ૧૬ એમ ત્રણ દિવસની સુંદર બસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ માટે ૧૪ મી ને શુક્રવારે વહેલી સવારે બસ શ્રીજીમંદિર થી ફીનીક્સ તરફ જવા માટે રવાના થઈ ... રસ્તામાં બસમાં ભજન,ગીતો,રમુજી ટુચકા તેમજ અલક-મલકની વાતો, વિરામ સ્થાને લંચ અને વેલેન્ટાઈન દિવસની ઉજવણી નો આનંદ માણતાં સૌ વૈષ્ણવો ફીનીક્સ પહોંચ્યા. ફીનીક્સ હવેલીનાં ટ્રસ્ટી અને સંચાલકોએ  સૌનું ભાવભીનું સ્વાગત્ત કર્યું... આ ત્રણ દિવસ દરમ્યાન સૌ વૈષ્ણવો એ મંગળા દર્શન,રાજભોગ દર્શન,હોળીખેલ દર્શન.છપ્પન ભોગ દર્શન જેવા વિવિધ દર્શન સાથે હવેલી સંગીતમાં પ્રિય એવા રસીયા (વ્રજભાષી લોક સંગીત ) નો અલૌકિક લ્હાવો લીધો હતો....  ધાર્મિક પ્રસંગોની ઉજવણી સાથે હવેલીના વિશાળ પ્રાગણમાં '' કુષ્ણ '' આધારીત રાસ,ગરબા, ર્નુત્ય નાટીકા,નાટક વગેરે પોગ્રામ સૌ એ ખૂબ ભાવથી માણ્યા હતા... શ્રીજીમંદિરની  બહેનોએ પણ ગરબો રજુ કર્યો હતો અને ખૂબ આનંદ માણ્યો હતો..  રવિવારે ચંપારણ્યના મહારાજ પ.પૂ.ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદયના સાંનિધ્યમાં પુરુષોત્તમ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું... શ્રીજીમંદિરના ઘણા વૈષ્ણવોએ પણ તેમાં ભાગ લીધો હતો. યજ્ઞના અલૌકિક વાતાવરણના આનંદ સાથે દર્શન નો લ્હાવો લઈ સૌ વૈષ્ણવોએ શ્રીજીમંદિર બેફ્લાવર તરફ પાછું પ્રયાણ કર્યું . આ ત્રણ દિવસની '' ફિનીક્સ બસ યાત્રા '' અલૌકીક અને અદ્ભૂત આનંદ સાથે યાદગાર બની રહી તેવું માહિતી અને તસ્વિર શ્રી  કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(1:50 pm IST)