Gujarati News

Gujarati News

News of Friday, 6th March 2020

" અમેરિકન ફર્સ્ટ " : મોદી મિત્ર ખરા પણ H-1B વિઝા તો અમેરિકન કંપનીઓને જ : 2019 માં ભારતની ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા ,જેવી ગ્લોબલ કંપનીઓની 31 થી 47 ટકા H-1B વિઝા અરજીઓ નકારાઈ : ગુગલ, એમેઝોન ,સહિતની અમેરિકન કંપનીઓની વિઝા અરજી નકારવાનું પ્રમાણ માત્ર 4 ટકા

વોશિંગટન : ભારતીય કુશળ કર્મચારીઓ અમેરિકામાં સ્થાયી થવા રાજી હોય છે.તથા તેઓને સ્પોન્સર કરવા માટે અમેરિકા સ્થિત ભારતીય કંપનીઓ  વિઝા અરજી પણ કરે છે પરંતુ આ કંપનીઓની વિઝા અરજીઓ નકારવાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.જે મુજબ 2019 ની સાલમાં ભારતની ગ્લોબલ કંપનીઓ ટીસીએસ ,ઇન્ફોસિસ ,વિપ્રો ,તેમજ ટેક મહિન્દ્રાની વિઝા અરજીઓ નકારવાનું પ્રમાણ 31 થી 47 ટકા જેટલું રહ્યું હતું.સામે પક્ષે ગુગલ ,એમેઝોન ,જેવી અમેરિકન કંપનીઓની વિઝા અરજીઓ નકારવાનું પ્રમાણ માત્ર 4 ટકા જ રહ્યું હતું.તેથી એમ કહી શકાય કે ડોનાલ્ડ  ટ્રમ્પ માટે મોદી મિત્ર ખરા પણ  વિઝા તો અમેરિકન કંપનીઓને જ
જોકે આશ્વાસન લઇ શકાય તેવી બાબત એ છે કે 2018 ની સાલ કરતા 2019 માં ભારતીય કંપનીઓની વિઝા  અરજીઓ નકારવાનું ઘટ્યું હતું.

(12:08 pm IST)