Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવાના આરોપસર ૧૭ વર્ષીય સગીર યુવાનની ધરપકડઃ હેટ ક્રાઇમ લગાવાનું કામ કોર્ટ ઉપર છોડયું

કેન્ટુકીઃ અમેરિકાના લૂઇસવિલે કેન્ટુકી મુકામે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી ભગવાનની મૂર્તિઉપર કાળા કલરનો પીછડો લગાવી, દિવાલો ઉપર હિન્દુ ધર્મ વિરૂધ્ધ લખાણો તથા ચિત્રો દોરવાના આરોપસર પોલીસે ૧૭ વર્ષીય સગીર યુવાનની શકમંદ આરોપી તરીકે ધરપકડ કરી છે. જો કે તેના ઉપર હેટ ક્રાઇમનો આરોપ લગાવવાનું કોર્ટ ઉપર છોડ્યુ છે.

હિન્દુઓની ધાર્મિક લાગણી કુભાવતા આ કૃત્ય બદલ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થીએ માગણી કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:42 pm IST)