Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

યુ.એસ.માં સારાટોગા ટેમ્પલ, કેલિફોર્નિયાના ઉપક્રમે આવતીકાલ ૧૧ નવેં. રવિવારે દિવાળી ઉત્સવ ઉજવાશેઃ પોટલક વેજીટેરીયન ફુડ તથા મનોરંજન માણવાની તક

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સારાટોગા ટેમ્પલના ઉપક્રમે આવતીકાલ ૧૧ નવેં. ૨૦૧૮ના રોજ ૯મો વાર્ષિક દિવાળી ઉત્સવ ઉજવાશે.

જોન પિસાની કોમ્યુનિટી સેન્ટર ૧૯૬૫૫ એલન્ડેલ એવન્યુ, સારાટોગા, કેલિફોર્નિયા મુકામે ઉજવાનાર ઉત્સવનો સમય બપોરે ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા (PST) સુધીનો રહેશે.

ઉજવણી અંતર્ગત પોટલક વેજીટેરીયન ફુડસ તથા મિઠાઇ તથા મનોરંજનનું આયોજન કરાયું છે. આ મનોરંજન કાર્યક્રમમાં કોઇપણ વ્યકિત મોટા સ્ટેજ ઉપર પાત્રને અનુરૃપ વેશભૂષા તથા વસ્ત્રોમાં સજ્જ થઇ પ્રોગ્રામ રજૂ કરી શકશે.

તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે તેવું શ્રી રિષી કુમારની યાદી જણાવે છે.

(1:58 pm IST)