Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

દિવાળી ડિનર અને ડાયરોઃ યુ.એસ.માં DFW ગુજરાતી સમાજ દલાસના ઉપક્રમે ર નવેં.ના રોજ કરાયેલ ઉમંગભેર ઉજવણીઃ ૭૦૦થી વધુ ભાઇ-બહેનોએ સ્વાદિષ્ટ ડિનર સાથે સદાબહાર જુના નવા ફિલ્મી ગીતો તથા ડાયરાની મોજ માણી

ટેકસાસ : DFW ગુજરાતી સમાજ દલાસ દ્વારા તારીખ જી નવેમ્બરના રોજ દિવાળી ડીનર અને ડાયરાનું આયોજન કરેલ.... Hotel Hiltoln Garden ના મોટા હોલ માં રાખેલ, લગભગ ૭૦૦ થી વધુ ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. પ્રથમ સુધીર પરીખે પહેલાંના બોર્ડ ઓફ ડીરેક્ટર પ્રમુખ કાનજીભાઈ બડીવાળાની ઓરખાણ કરાવેલ તેમજ તેમની સેવાઓને બિરદાવેલ ... તેમને સમાજ તરફથી સાલ ઓઢાડી અને પ્લેક આપીને સન્માન કરેલ. ત્યાર બાદ જીગરદામ ગઢવી,દેવયાની બ્રહ્મભટ્ટ અને હર્ષિત ત્રિવેદી દ્વારા સદાબહાર જુના તેમજ નવાં હિન્દી તથા ગુજરાતી ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમને Fon Asia, CAREWAN Radio તથા દલાસના મોટી કંપનીઓ ખુબજ સપોર્ટ કરેલ.. કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રમુખ સંદીપ પટેલ અને તેમની ટીમે ખૂબજ મહેમત કરેલ.. પ્રમુખ સંદીપ પટેલે સૌને નૂતન વર્ષાભિનંદન પઠવેલ અને વર્ષ દરમ્યાન મળેલ સૌના સહકાર બદલ આભાર માનેલ. રાત્રીના ૧૨;૩૦ સુધી સૌએ જીગરદાન ગઢવીના ગીતો અને ડાયરાનો લાભ લીધો હતો. અંતમાં  સૌએ ગુજરાતી સ્વાદિષ્ટ રસોઈ ઘૂઘરા,મઠીયા,બાસુંદી અને કઢી-ભાત વગેરેનો સ્વાદ માણ્યો હતો. તેવું શ્રી સુભાષ શાહ ,દલાસના અહેવાલ દ્વારા શ્રી કાંતિભાઇ મિસ્‍ત્રીનીયાદી જણાવે છે.

(1:52 pm IST)