Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

યુ.એસ.ના કેલિફોર્નિયામાં ''ફ્રી અનાહેમ હેલ્થફેર'' યોજાયોઃ ૭૫૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધોઃ વિનામૂલ્યે નિદાન તથા સારવાર ઉપરાંત ચશ્મા વિતરણ તેમજ ફલુ રસી મુકી આપવાનું આયોજન કરાયું

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં ૨૧ સપ્ટેં.૨૦૧૯ના રોજ ૧૪મો ''ફ્રી અનાહેમ હેલ્થ ફેર'' યોજાઇ ગયો.

જેનો ૭૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો.

અનાહેમ કન્વેશન સેન્ટર ખાતે એક જ વર્ષમાં બીજી વખત યોજાયેલા આ હેલ્થફેરમાં બ્લડ ટેસ્ટ, ડેન્ટલ ટ્રીટમેન્ટ, તથા આઇગ્લાસ માટે સેવાઓ આપવામાં આવી હતી. જેમાં મેસીમો ફાઉન્ડેશન,GBS Linens, સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ, ડો.ભરત એન્ડ નિના પટેલ ફાઉન્ડેશન, યુટર્ન લાઇવ્સ, તેમજ વોલ્માર્ટ સહિતનાઓએ સ્પોન્સર તરીકે સેવાઓ આપી હતી. તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરાયું હતું. તથા ૨૦૦ લોકોને ફલુ રસી મુકી આપવામાં આવી હતી.

ડો.નીતિન શાહ આયોજીત હેલ્થફેરમાં અનાહેમ મેયર હેરી સિધુ, સહિત રાજકિય તથા કોમ્યુનીટી અગ્રણીઓ હાજર રહ્યા હતા. તથા નિષ્ણાંત ઇન્ડિયન અમેરિકન તબીબોએ સેવાઓ આપી હતી. ૪૫૦ જેટલા વોલન્ટીઅર્સ પણ સેવામાં જોડાયા હતા.

(7:42 pm IST)