Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

''નવરાત્રિ મહોત્સવ ૨૦૧૮''ઃ અમેરિકામાં ગુજરાતી સમાજ ઓફ હયુસ્ટન,લેઉઆ પાટીદાર સમાજ, તથા વડતાલ ધામ હયુસ્ટનના ઉપક્રમે ૧૦ ઓકટો.થી ૨૦ ઓકટો.૨૦૧૮ દરમિયાન થનારી ભવ્ય ઉજવણી

હયુસ્ટનઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ગુજરાતી સમાજ ઓફ હયુસ્ટનના ઉપક્રમે લેઉવા પાટીદાર સમાજ ઓફ હયુસ્ટન, તથા વડતાલ ધામ હયુસ્ટનના સહકાર સાથે ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવ ૨૦૧૮ ઉજવાશે.

ઓકટો.૧૦ તથા ૧૧-૧૪ તથા ૧૫, તેમજ ૧૬,૧૭, અને ૧૮ના રોજ VPSS ખાતે ઉત્સવ ઉજવાશે.

જયારે NRG સેન્ટર ખાતે ૧૨ તથા ૧૩ અને ૧૯ તથા ૨૦ ઓકટો.ના રોજ ઉજવણી કરાશે.

નેશનલ પ્રમોટર તરીકે કરણ આર્ટસ રોહિણી પટેલ તથા પ્લેટીનમ સ્પોન્સર તરીકે લક્ષ્મી હાઉસ ઓફ સ્પાઇસીસના સહયોગ સાથેઉજવાનારા આ મહોત્સવમાં સોજીદા સિસ્ટર્સ ફેમ રેખા રાવલ, રફી વોઇસ ગાયક ગિરીશકુમાર, ઉતેજના જગાવનાર ગાયક શિવમ રાવલ, વોઇસ ઓફ કિશોરકુમાર મહેન્દ્ર સોલંકી, ડ્રમર આશિષ સોલંકી, ઢોલ વાદક સતીષ સોલંકી, તથા કિબોર્ડ  ટીમ લીડર દિલીપ રાવલ સહિતના કલાકારો ખેલૈયાઓને ગરબે ધુમાવશે.

ટિકીટ તથા સ્પોન્સરશીપ શ્રી રાકેશ શાહ ૭૧૩-૨૯૮-૦૮૨૮, શ્રી ગિરીશ નાયક ૨૮૧-૮૫૧-૬૮૬૬,સુશ્રીગીતા પટેલ ૨૮૧-૬૧૫-૨૩૧૯  અથવા શ્રી કિશોર પટેલનો કોન્ટેક નં.૭૧૩-૩૯૧-૬૩૯૮ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તેવું ત્ખ્ફ દ્વારા જાણવા મળે છે.

(9:00 am IST)