-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
કેનેડાના કેલગરીમાં સ્થાયી થયેલ તમિલ મૂળની 29 વર્ષીય મહિલા સુબિક્ષાએ 35 વર્ષીય બાંગ્લાદેશી હિન્દુ યુવતી ટીના સાથે લગ્ન કર્યા : પરંપરાગત હિન્દુ વિધિ મુજબ કરાયેલા લગ્નમાં બંને યુવતીના પરિવારે હાજરી આપી
ચેન્નાઈ : કેનેડાના કેલગરીમાં સ્થાયી થયેલા પરંપરાગત તમિલ બ્રાહ્મણ પરિવારમાંથી આવતા સુબિક્ષા સુબ્રમણિને બાંગ્લાદેશની રૂઢિચુસ્ત હિંદુ છોકરી ટીના મળી અને થોડા વર્ષોના સહવાસ પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
આ યુવતીઓ છ વર્ષ પહેલા કેનેડાના કેલગરીમાં એક એપ દ્વારા મળી હતી.
લગ્ન પરંપરાગત બ્રાહ્મણ શૈલીમાં અને સુબિક્ષા અને ટીના બંનેના પરિવારોના સંપૂર્ણ સમર્થન સાથે સંપન્ન થયા હતા. 29 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુબિક્ષાએ મીડિયાને જણાવ્યું હતું કે તેણીને ચિંતા હતી કે તેના રૂઢિચુસ્ત માતાપિતા તેમને પરંપરાગત હિન્દુ શૈલીમાં લગ્ન કરવાની મંજૂરી આપશે કે કેમ?
ટીના, 35 વર્ષીય હિન્દુ બાંગ્લાદેશી યુવતીએ મીડિયાને જણાવ્યું હતું કે તે તેના માતાપિતા સાથે 2003 માં કેનેડા પહોંચી હતી અને તેની મોટી બહેન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. ટીના હવે ફૂટહિલ્સ મેડિકલ સેન્ટર, કેલગરીમાં પેશન્ટ કેરમાં લીડ તરીકે કામ કરી રહી છે.તેવું એન.આર.આઈ.પલ્સ દ્વારા જાણવા મળે છે.