Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અમેરિકામાં આવકારવા તડામાર તૈયારીઓ શરૂ : 22 સપ્ટે ના રોજ હ્યુસ્ટન મુકામે યોજાનારા સ્વાગત સમારંભના આયોજન માટે શિકાગો મુકામે મીટીંગ મળી : VHPA સહીત 32 ટીમોના પ્રતિનિધિઓએ હાજરી આપી

શિકાગો : શિકાગો સમુદાયે ઓગસ્ટ ના રોજ શિકાગોની નજીક આવેલા બેન્સન વીલ નામના ટાઉન માં 'માનવ સેવા મંદિર' હોલમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમેરિકાના હ્યુસ્ટન ખાતે યોજાનાર સ્વાગત સમારંભમાં પધારવાના હોવાથી તેમનેઆવકારવાની  તૈયારી રૂપે શિકાગોના ૩૨ ટીમના  ના પ્રતિનિધીઓ ની એક બેઠક યોજવામાં આવેલ. જેમાં VHPAના પ્રમુખ શ્રી નીરવ પટેલ અને VHPA ના ટ્રસ્ટી શ્રી ડૉ. ભરતભાઈ બરાઈ અને ભારતના શિકાગો ખાતેના કોન્સ્યુંઅલ જનરલ માનનીય સુધાકર દલેલા અને કોમ્યુનીટી લીડર છોટુભાઈ પટેલે ઓન લાઈન નોધણી કેવી રીતે કરાવવી તે અંગેની માહિતી આપેલ'હાઉડી મોદી ૨૨' કાર્યક્રમમાં કેટલા લોકો જોડાશે તે અંગેની વિસ્તૃત લેવામાં આવી. વહેલી નોધણી વિના કાર્યક્રમમાં સુરક્ષના કારણોસર કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે. ડૉ. ભરતભાઈ બરાઈ   ખાસ જણાવેલકે મહિલાઓ માટે નાનું પર્સ અને સેલ ફોન સાથે લઈ જવા દેશે અને પુરુષો માટે વોલેટ અને સેલ ફોન સાથે રાખવાની છૂટ આપવામાં આવશે. કોઈ વધારાની બેગ અથવા સામાન લઈ જવાની મનાઈ રાખવામાં આવેલ છે. બેઠકમાં શિકાગોના સીનીયર સીટીઝન ગ્રુપના ના પ્રતીનીધીયો હરિભાઈ પટેલ, નરસિંહભાઈ પટેલ અને રમણભાઈ પટેલે ભારતના શિકાગોના કોન્સ્યુલેટ જનરલ શ્રી સુધાકર દલેલા ને જણાવ્યુકે અમો બને એટલા વધુ સંખ્યામાં સ્વાગત કાર્યક્રમમાં લાવીશું. અંતે VHPA ના પ્રમુખ શ્રી નીરવ પટેલે  કોમ્યુનીટી નો આભાર માનતા જણાવ્યુકે  'હાઉડી મોદી ૨૨' કાર્યક્રમ નું શિકાગો માટેનું લાઈવ કવરેજ ટી વી એશિયાના બ્યુરો ચીફ  વંદનાબેન જીન્ગન કરવાના છે  'હાઉડી મોદી ૨૨' કાર્યક્રમ કોઈ પ્રશ્ન હોયતો Texas India Forum - Howdy Modi   અથવા નીરવ પટેલ ના ફોન ૬૩૦-૭૦૯- ૯૯૦૨  સંપર્ક કરવા વિનંતી છે

 

 

(1:18 pm IST)