Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર ડો. યોગાલક્ષ્મી રાજેન્‍દ્રને ‘‘ર૦૧૮ અમેરિકન એશોશિએશન ફોર ડેન્‍ટલ રિસર્ચ ફેલોશીપ'' એનાયત દાંતની સારવાર દરમિયાન આપોઆપ લોહીના કણોનું નવનિર્માણ થાય તે માટે સંશોધન કરશે

કેલિફોર્નિયા :  યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્‍સિસ્‍કોના એશોશિએટ પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી યોગાલક્ષ્મી રાજેન્‍દ્રને ર૧ માર્ચના રોજ ‘‘ર૦૧૮ અમેરિકન એશોશિએશન ફોર ડેન્‍ટલ રિચર્સ વિલીયમ બી કલાર્ક ફેલોશીપથી નવાજવામાં આવ્‍યા છે.''

સુશ્રી યોગાલક્ષ્મીએ ચેન્નાઇની શ્રી રામાસ્‍વામી મેમોરીયલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજીમાંથી BDSની ડીગ્રી મેળવી છે. તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી M.S. ની પદવી મેળવી છે. તેઓ દાંતની સારવાર દરમિયાન આપોઆપ લોહીના કણોનું નવનિર્માણ થાય તે માટે સંશોધન કરશે.

(10:50 pm IST)