Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

યુ.એસ.માં મિલ્‍પીટાસ કેલિફોર્નિયા મુકામે IACF ના ઉપક્રમે યોજાઇ ગયેલો ૧૭મો વાર્ષિક ડીનર ગાલા પ્રોગ્રામ : વિવિધતામાં એકતા સાથે કોમ્‍યુનીટી સંગઠન માટે કાર્યરત IACF આયોજીત પ્રોગ્રામમાં સેંકડો કોમ્‍યુનીટી અગ્રણીઓની ઉપસ્‍થિતિ

કેલિફોર્નિયા :  યુ.એસ.માં વસતા જુદી જુદી કોમ્‍પ્‍યુનીટીના પ્રજાજનો વચ્‍ચે વિવિધતામાં એકતા પ્રસ્‍થાપિત કરવાના હેતુથી ર૦૦રની સાલમાં શરૂ કરાયેલ ‘‘ઇન્‍ડો અમેરિકન કોમ્‍યુનીટી ફેડરશન (IACF)'' નો ૧૭ મો વાર્ષિક યુનિટી ડીનર ગાલા પ્રોગ્રામ ર૩ માર્ચ ર૦૧૮ના રોજ ઇન્‍ડિયા કોમ્‍યુનીટી સેન્‍ટર મિલ્‍પીટાસ કેલિફોર્નિયા મુકામે યોજાઇ ગયો જેમાં સેંકડો કોમ્‍યુનીટી લીડર્સએ હાજરી આપી હતી.

નોનપ્રોફિટ IACFના ઉપક્રમે પબ્‍લીક લાઇફ, પબ્‍લીક, સર્વિસ તથા પ્રમોટ યુનિટી સુત્ર સાથે ‘‘વિવિધતામાં એકતા'' માટે યોજાયેલા આ પ્રોગ્રામમાં કોમ્‍ન્‍યુનીટીમાં સંગઠન શિક્ષણને પ્રોત્‍સાહન તેમજ આરોગ્‍ય સહિતના પ્રશ્નો સાથે જુદી જુદી સંસ્‍કૃતિનો સમન્‍વય કરવામાં આવે છે.

પ્રોગ્રામમાં કેલિફોર્નિયા સ્‍ટેટ એસેમ્‍બલીમેન શ્રી આશા કાલરા, સારાટોગા કાઉન્‍સીલમેન શ્રી રિશીકુમાર ફ્રેમોન્‍ટ કાઉન્‍સીલમેન શ્રી રાજ સલમાન, સાન જોસ મેયર, કેલિફોર્નિયા સ્‍ટેટ કન્‍ટ્રોલર, સ્‍ટેટ સેનેટર તેમજ શ્રી માઇક હોન્‍ડા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી તથા જુદા જુદા ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બજાવનારાઓને એવોર્ડ આપી સન્‍માનિત કરતા હતાં.

(10:54 pm IST)