Gujarati News

Gujarati News

News of Sunday, 8th April 2018

કાર અકસ્‍માતે ઇન્‍ડિયન અમેરિકન ગર્લફ્રેન્‍ડ રિયા પટેલનું મોત નિપજાવનાર બોયફ્રેન્‍ડને પર માસની જેલ સજા : ૧૭ સપ્‍ટે. ર૦૧૭ના રોજ નશો કરી બેફામ ડ્રાઇવીંગ સાથે અકસ્‍માત સર્જનાર મિચેલ કેમ્‍પબેલને દોષિત ગણતી મિન્નેસોટા ડીસ્‍ટ્રીકટ કોર્ટ

મિન્નેસોટા : યુ.એસ.માં નશો કરી બેફામ ડ્રાઇવીંગ દ્વારા અકસ્‍માત સર્જી ઇન્‍ડિયન અમેરિકન ગર્લફ્રેન્‍ડ બિઝનેસ સ્‍ટુડન્‍ટ રિયા પટેલનું મોત નિપજજાવવાના આરોપસર તેના બોયફ્રેન્‍ડ ર૧ વર્ષીય મિચેલ લોરેન્‍સ કેપ્‍બેલને હેન્નેપિન કાઉન્‍ટી, મિન્નેસોટા ડીસ્‍ટ્રીકટ કોર્ટ જજ ફ્રેડ કારાસોવએ પર માસની જેલ સજા ફરમાવી છે.

૧૭ સપ્‍ટે. ર૦૧૭ના રોજ બનેલી ઘટના મુજબ કેમ્‍બેલ તેની ગર્લફ્રેન્‍ડ ઇન્‍ડિયન અમેરિકન રિયા પટેલ સાથે કારમાં જઇ રહ્યો હતો ત્‍યારે તેણે નશો કાર્યો હતો. તથા બેફામ ડ્રાઇવીંગ કરી કારને રોડની બાજુમાં આવેલા પત્‍થર ઉપર ચડાવી દીધી હતી. પરિણામે ઇજાગ્રસ્‍ત થયેલી રિયા પટેલનું મોત નિપજયું હતું. જે આરોપસર તે છેલ્લા ૧૯૯ દિવસથી જેલમાં હતો. પ એપ્રિલ ર૦૧૮ના રોજ અપાયેલા ચુકાદામાં પર માસની સજામાંથી તેના જેલના દિવસો બાદ કરી બાકીની સજા તેણે ભોગવવાની રહેશે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(10:52 pm IST)