Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

વિદેશોમાં વસતા ભારતીયો દ્વારા વતનમાં મોકલાતા નાણામાં ઉતરોત્તર થઇ રહેલો ઘટાડો : ર૦૧૪ થી ર૦૧૭ ની સાલ સુધીમાં ૮.પ બિલીયન ડોલર જેટલી રકમનો ઘટાડો નોંધાયો : લોકસભામાં માહિતી આપતા રાજયકક્ષાના વિદેશમંત્રી શ્રી વી.કે. સિંઘ

ન્‍યુ દિલ્‍હી : ર૦૧૪ થી ર૦૧૭ ની સાલ સુધીના ૩ વર્ષમાં વિદેશોમાં વસતા ભારતીયો દ્વારા વતનમાં મોકલાતા નાણામાં ૮.પ બિલીયન ડોલરનો ઘટાડો નોંધાયો છે.

વિદેશોમાં સ્‍થાયી થયેલા ભારતીયો પૈકી મોટા ભાગના યુ.એસ., સાઉદી અરેબિયા, કેનેડા તથા ઓસ્‍ટ્રેલિયામાં વસે છે. જેમણે ર૦૧૪-૧પની સાલમાં ૬૯.૮ર બિલીયન ડોલર, ર૦૧પ-૧૬માં ૬પ.પ૯ બિલીયન ડોલર તથા ર૦૧૬-૧૭ની સાલમાં ૬૧-ર૯ બિલીયન ડલર વતમાં મોકલ્‍યા હતાં. આમ આ ત્રણે વર્ષમાં થયેલો ઉત્તરોત્તર ઘટાડો ૮.પ બિલીયન ડોલર જેટલો નોંધાયો છે. તેવું લોકસભામાં રાજયકક્ષાના વિદેશ મંત્રી શ્રી વી.કે. સિંઘએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્‍યું હતું.

(11:09 pm IST)