Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

અમેરિકામાં ઇન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થીઓનો દબદબોઃ વર્મોન્‍ટ, ફલોરિડા, વર્જીનીઆ તથા વિસ્‍કોસિન સ્‍ટેટમાં યોજાયેલી સ્‍પેલીંગ બી સ્‍પર્ધામાં વિજેતા બન્‍યાઃ વોશિંગ્‍ટન ડીસીમાં યોજાનારી રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પર્ધામાં પોતાના સ્‍ટેટનું પ્રતિનિધિત્‍વ કરી હીર ઝળકાવશે

વોશિંગ્‍ટન ડીસીઃ અમેરિકાના વોશિંગ્‍ટન ડીસીમાં દર વર્ષે યોજાતી રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પેલીંગ બી સ્‍પર્ધામાં પ્રતિનિધિત્‍વ કરવા માટે દરેક સ્‍ટેટમાં આ સ્‍પર્ધા યોજવામાં આવે છે. જે અંતર્ગત જુદા જુદા રાજ્‍યોમાં યોજાઇ ગયેલી સ્‍પર્ધાઓ પૈકી વર્મોન્‍ટ, ફલોરિડા, વર્જીનીઆ તથા વિસ્‍કોસિનમાં ઇન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થીઓ વિજેતા થયા છે. જેઓ હવે રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેશે.

સ્‍ટેટ કક્ષાની સ્‍પર્ધામાં વિજેતા બનેલા ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ્‍સ પૈકી વર્મોન્‍ટમાંથી ૧૨ વર્ષીય રાઘવ ઘાંડી, ફલોરિડામાંથી ૧૪ વર્ષીય વસુંધરા ગોવિંદરાજન, વર્જીનીઆમાંથી ૮મા ગ્રેડનો સ્‍ટુડન્‍ટ સિમરન પાટીબંદા તથા વિસ્‍કોસીનમાંથી હન્‍ના ઘોષએ વિજેતા થઇ ભારતનું ગૌરવ વધાર્યુ છે.

(11:08 pm IST)