Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

" હોલી અને ફૂલડોલ ઉત્સવ " : અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરામસ ન્યુજર્સી મુકામે આવતીકાલ 8 માર્ચના રોજ ઉજવનારો ઉત્સવ : ફૂલોના શણગાર ,નૃત્ય ,નાટક , સાંસ્કુતિક કાર્યક્રમો, મહિલા મંચ ,સહીત વિવિધ આયોજનો : આરતી બાદ" રંગોત્સવ "

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરિકામાં  શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ 205, ,સ્પ્રિંગ વેલી  રોડ ,પરામસ ન્યુજર્સી મુકામે આવતીકાલ 8 માર્ચના રોજ સાંજે 5-વાગ્યાથી 7-30 વાગ્યા દરમિયાન " હોલી અને ફૂલડોલ ઉત્સવ " ઉજવાશે.  ઉત્સવ અંતર્ગત ફૂલોના શણગાર ,નૃત્ય ,નાટક , સાંસ્કુતિક કાર્યક્રમો, મહિલા મંચ ,સહીત વિવિધ આયોજનો કરાયા છે. તેમજ આરતી બાદ" રંગોત્સવ " ની રમઝટ બોલશે.

પૂજ્ય ધર્મકિશોરદાસજી સ્વામી ,તથા પૂજ્ય આનંદપ્રિયદાસજી સ્વામી સહીત સંતો દ્વારા ફ્રૂટ પ્રસાદીનો લહાવો લેવા સહુ હરિભક્તોને સપરિવાર મિત્રમંડળ સહીત હાજરી આપવા આમંત્રણ પાઠવાયું છે.વિશેષ માહિતી કોન્ટેક નં 201-882-5815 દ્વારા મળી શકશે તેવું ગુરુકુળની યાદીમાં જણાવાયું છે.

(12:11 pm IST)