Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

અમેરિકામાં વસતા ભારતીયોએ વતનની આઝાદી માટે 1914 માં શરૂ કરેલી ગદર ચળવળની સ્મૃતિ કાયમ કરાશે : સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ગદર મેમોરીઅલનો 9 મિલિયન ડોલરના ખર્ચે પુનરોધ્ધાર કરાશે

સાન ફ્રાન્સિસ્કો : ભારતની આઝાદી માટે અમેરિકામાં 1914 ની સાલમાં શરૂ કરાયેલી ગદર ચળવળ માટેના સાન ફ્રાન્સિસ્કો મુકામે સ્થપાયેલા ગદર મેમોરિયલ  બિલ્ડિંગનો 1974 માં પુનરોધ્ધાર કરાયા પછી હવે તેને 4 માળ નું બિલ્ડીંગ બનાવી ગદર મેમોરિયલ હોલના નિર્માણ કરાશે  વતનની આઝાદી માટે તન મન તથા ધન અર્પણ કરનાર વીરો કે જેમાં મોટા ભાગના શીખો હતા તેમની સ્મૃતિ કાયમ રાખવા બિલ્ડિંગના પુનરોધ્ધારનો કોન્ટ્રાકટ અપાઈ ગયો છે.જે ઈન્ડિન અમેરિકન અરવિંદ આયરની કંપનીને અપાયો છે.

કામ 9 મિલિયન ડોલરના ખર્ચે 2021 ની સાલ સુધીમાં પૂરું થઇ જશે તેવું પ્રસંગે ઉપસ્થિત ભારતના વેસ્ટ કોસ્ટ ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી  સંજય પાંડાએ જણાવ્યું હતું જે માટેનો ખર્ચ ભારત સરકાર ચુકવશે

(7:10 pm IST)