Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

પાકિસ્તાનમાં આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ખરા અર્થમાં ઉજવણી : હિન્દૂ દલિત મહિલા સાંસદ સુશ્રી ક્રિષ્નાકુમારી કોહલીને ઉપલા ગૃહના અધ્યક્ષ બનાવ્યા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ખરા અર્થમાં ઉજવણી કરાઈ છે તેમ કહી શકાય જે મુજબ હિન્દૂ દલિત મહિલા સાંસદ સુશ્રી ક્રિષ્નાકુમારી કોહલીને ઉપલા ગૃહના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

40 વર્ષીય સુશ્રી ક્રિષ્નાકુમારી 2018 ની સાલમાં સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.તેઓ પદ ઉપર ચૂંટાઈ આવનાર સૌપ્રથમ હિન્દૂ મહિલા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:09 pm IST)