Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

યુ.એસ.ની કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં " રામાનુજન વિઝિટિંગ પ્રોફેસરશીપ "શરૂ કરાશે : ભારતીય મૂળના પ્રોફેસર ડો.વી.એસ.વરદરાજન તથા તેમના પત્ની સુશ્રી વેદાએ ભારતના ગણિતશાસ્ત્રીનું નામ જોડવા 1 મિલિયન ડોલરનું ડોનેશન આપ્યું

કેલિફોર્નિયા : યુ.એસ.સ્થિત ભારતીય મૂળના મેથેમેટિક્સ પ્રોફેસર ડો.વી.એસ.વરદરાજન તથા તેમના પત્ની સુશ્રી વેદાએ કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં  " રામાનુજન વિઝિટિંગ પ્રોફેસરશીપ "શરૂ કરવા લોસ એંજલ્સ મુકામે આવેલી આ  યુનિવર્સીટીને  1 મિલિયન ડોલરનું ડોનેશન આપ્યું છે. ભારતના ગણિતશાસ્ત્રીનું રામાનુજનનું નામ યુનિવર્સીટીમાં જોડવા માટે તેમણે  ઉપરોક્ત રકમનું ડોનેશન આપ્યું છે.

ડિસેમ્બર 2019 માં આ યુનિવર્સીટીને 100 વર્ષ પુરા થાય છે.તે સમયે ઉપરોક્ત ચેર શરૂ કરાશે

(12:41 pm IST)