Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

યુ.કે.સરકારે સ્ટુડન્ટ્સ માટેની નવી અને સરળ વિઝા પોલિસી જાહેર કરી : ભારતને બાકાત રખાયું

લંડન : યુ.કે.સરકારે ગઈકાલ ગુરુવારે નવી વિઝા પોલિસી જાહેર કરી છે.જેમાં વિદેશી વ્યાવસાયિકો માટે તથા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશોમાંથી આવતા સ્ટ્રુડેન્ટ્સ માટે સરળ વિઝા પધ્ધતિ અમલી બનાવી છે.જોકે આ સ્ટુડન્ટ્સ માટેની સરળ વિઝા પધ્ધતિમાંથી ભારતને બાકાત રખાયું છે.

વ્યાવસાયિકો માટેની વિઝા પોલિસીમાં ઓછામાં ઓછા 2 વર્ષ માટે 2 મિલિયન પાઉન્ડનું રોકાણ કરનાર વિદેશી વ્યવસાયિકને વિઝા આપવા નક્કી કરાયું છે.જેઓ યુ.કે.ના આર્થિક વિકાસમાં યોગદાન આપવા સક્ષમ હોય.જયારે સ્ટુડન્ટ્સ માટેની સરળ વિઝા પોલિસીમાં ભારત સિવાયના 6 દેશોનો સમાવેશ કરાયો છે.જેમાં બ્રાઝીલ ,કઝાકિસ્તાન ,મોરિશિયસ ,ઓમાન ,પેરુ  ,તથા તુનિસિયાનો સમાવેશ થાય  છે.ભારત યુ.કે.દ્વારા નક્કી કરાયેલી આ વિઝા પોલીસીના નિયમોમાં આવતું ન હોવાથી તેને બાકાત રખાયું છે.તેવું યુ.કે.હોમ ડિપાર્ટમેન્ટએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું

(12:12 pm IST)