Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

નેપાળમાં 2015 ની સાલમાં આવેલા ભૂકંપથી ધ્વસ્ત થઇ ગયેલી 72 સ્કૂલોનું નવનિર્માણ કરાશે : ભારતીય દૂતાવાસ તથા સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂડકી વચ્ચે કરાર

કાઠમંડુ :નેપાળમાં 2015 ની સાલમાં આવેલા વિનાશકારી ધરતીકંપથી ધ્વસ્ત થઇ ગયેલી 72 સ્કૂલોનું ભારત નવનિર્માણ કરી આપશે જેમાં કાઠમંડુ ખાતે આવેલી ત્રિભુવન લાઈબ્રેરી તથા લલિતપુર ખાતે આવેલી નેશનલ લાઈબ્રેરીનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ ભુંકંઠી 9 હજાર જેટલા લોકોના મોત થયા હતા તથા 22 હજાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

નેપાળના 7 જિલ્લાઓમાં આવેલી ઉપરોક્ત 72 સ્કૂલોના નવનિર્માણ માટે ભારતીય દૂતાવાસ તથા સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂડકી વચ્ચે કરાર કરાયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)