Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

બ્રિટનમાં નવી વિઝા પોલિસીને મંજૂરીની મહોર : પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન અને ભારતીય મૂળના હોમ મિનિસ્ટર સુશ્રી પ્રીતિ પટેલ દ્વારા ટૂંક સમયમાં ઘોષણાં કરાશે : વિદેશોમાં વસતા બિનકુશળ કર્મચારીઓને આવતા અટકાવી કુશળ કર્મચારીઓને વધુ વિઝા અપાશે : ભારતીય યુવાનોને સૌથી વધુ લાભ થવાની શક્યતા


લંડન : બ્રેકસીટથી છુટા પડ્યા બાદ બ્રિટન સરકાર નવી વિઝા પોલિસી અમલમાં મુકવાની તૈયારીમાં છે.જે મુજબ  પ્રાઈમ મિનિસ્ટર  બોરિસ જોન્સન અને ભારતીય મૂળના હોમ મિનિસ્ટર  સુશ્રી પ્રીતિ પટેલ દ્વારા ટૂંક સમયમાં નવી વિઝા પોલિસીની ઘોષણાં કરાશે જે અંતર્ગત  વિદેશોમાં વસતા બિનકુશળ કર્મચારીઓને આવતા અટકાવી કુશળ કર્મચારીઓને વધુ વિઝા અપાશે

તેમણે જણાવ્યું હતું કે  અમે બિનકુશળ લોકોના આગમનને અટકાવવા માગીએ છીએ. બિનકુશળ અને સસ્તા કર્મચારીની તુલનાએ અમે કુશળ કર્મચારી દ્વારા ઉત્તમ ગુણવત્તા યુક્ત કામ થાય એવું ઇચ્છીએ છીએ.બ્રિટનની આ નવી નીતિથી ભારતના શિક્ષિત યુવાનોને વધુ તક મળશે એવી શક્યતા છે. આ સપ્તાહના ગુરૂવારે જોન્સન પ્રધાન મંડળનું વિસ્તરણ થવાનું છે. એ પછી શુક્રવારે ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ આ નવી નીતિની ઔપચારિક જાહેરાત કરશે એવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:03 pm IST)
  • પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતાએ હિન્દૂ વિરોધી પોસ્ટર મુકવા બદલ માફી માંગી : લાહોર સ્થિત ઈમરાન ખાનની પાર્ટીના નેતા મિયાં અકરમ ઉસ્માનએ મુકેલા આ પોસ્ટર વિરૂદ્ધ ભારે ઉહાપોહ થયો હતો જેને લઈને તેમણે ટવીટરના માધ્યમથી ચોખવટ કરી માફી માંગી હતી. access_time 1:27 pm IST

  • સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુની ફાંસીના ૭ વર્ષ આજે પુરા થયા : કાશ્મીરમાં ટેન્સન મંગળવારે 11મીએ જેકેએલએફ આતંકી જૂથના સ્થાપક મકબુલ બટની ફાંસીને ૩૩ વર્ષ પુરા થશે, ત્યારે હડતાલની હાકલ access_time 9:06 pm IST

  • ટોકિયો ઓલમ્પિકમાં ' આઝાદ કાશ્મીર' ને મેદાનમાં ઉતારશે પાકિસ્તાન :પાકિસ્તાની ઘોડેસવાર ઉસ્માનખાનના ઘોડાનું નામ છે 'આઝાદ કાશ્મીર ' :ટોકિયો ઓલમ્પિક માટે ક્વોલિફાઇ કરવાવાળા પહેલા એથ્લીટ છે ઉસ્માનખાન :ભારતીય ઓલમ્પિક સંઘ આ બાબતે નજર રાખી રહી છે આ માટે કાનૂની કાર્યવાહી પણ થઇ શકે છે :જોકે ઉસ્માનખાને સ્પષ્ટ કહ્યું છે કે તે પોતાના ઘોડાનું નામ નહીં બદલે : કાશ્મીરની પરિસ્થિતિ સાથે તેને કોઈ લેવા દેવા નથી access_time 1:14 am IST