Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

અમેરિકામાં અલામેડા કેલિફોર્નિયા મુકામે ૧૦ નવે. શનિવારે દિવાળી ઉત્સવઃ સાંસ્કૃતિક કાર્યક્રમો, નોનસ્ટોપ ભાંગરા, ડાન્સ તથા ડીજેની મોજ

યુ.એસ.માં રિમીકસ કલ્ચરલ વર્ક, ૨૫૧૮ બ્લાન્ડીંગ એવ. અલામેડા કેલિફોર્નિયા મુકામે ૧૦ નવે. શનિવારના રોજ દિવાળી ઉજવાશે. સાંજે ૬.૩૦થી રાત્રિના ૯.૩૦ દરમિયાન થનારી ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો, નોનસ્ટોપ ભાંગરા, ડાન્સ,ડી જે સહિતના આયોજન કરાયા છે. વિશેષ માહિતી www.rhythmix.org  દ્વારા મળી શકશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:35 pm IST)
  • મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવતીકાલે શનિવારે 11 વાગ્યે ધોરાજી ના ફરેણીમાં શ્રી સહજાનંદ સંસ્કાર ધામ મહામંત્ર પીઠ (સ્વામિનારાયણ) આયોજિત સદગુરૂ જોગી સ્વામી સપાદ શતાબ્દી જન્મ જ્યંતી મહોત્સવ માં ઉપસ્થિત રહેશે:વિજય ભાઈ રૂપાણી આ અવસરે રસિકલાલ ધારી લાલ સી.બી.એસ ઈ સ્કુલનો લોકાર્પણ કરવાના છે. : મુખ્યમંત્રી બપોરે 3 વાગ્યે મોરબીના હળવદ તાલુકાના ચરાડવામાં ભાગવત સપ્તાહમાં પણ હાજરી આપશે : વિજય ભાઈ રૂપાણી સાંજે ગાંધીનગર પરત આવશે access_time 9:01 pm IST

  • આણંદ: બોરસદ પાસે ઇંટોના ભઠ્ઠા પર ગોંધી રખાયેલા 45થી વધુ મજૂરોને તંત્ર દ્વારા છોડાવવામાં આવ્યા : મજૂરોમાંથી એક વ્યક્તિએ તંત્રને લેખિત રજૂઆત કરી હતી જેથી તંત્રએ મજૂરોને છોડાવ્યા : હાલ તમામ મજૂરોને રાજીવ ગાંધી ભવનમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખવામા આવ્યા છે અને કાલે તેમને તેમના વતન મોકલવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:23 pm IST

  • ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST