-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
''વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૯-ઇન્વેસ્ટર્સ સમિટ''ઃ યુ.એસ.ના ન્યુયોર્કમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ભારતીય વિદ્યાભવન, તથા ગુજરાતી સમાજના સંયુકત ઉપક્રમે ૫ ઓકટો.૨૦૧૮ના રોજ યોજાનારી સમિટઃ ગતિશીલ ગુજરાતમાં રોકાણો માટે વિશ્વ સ્તરીય અણમોલ તક
ન્યુયોર્કઃ યુ.એસ.માં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્ક, ભારતીય વિદ્યા ભવન, તથા ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કના સંયુકત ઉપક્રમે ૫ ઓકટો.૨૦૧૮ના રોજ ''વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૯-ઇન્વેસ્ટર્સ સમીટ''નું આયોજન કરાયું છે.
ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક, શ્રીમતિ મણીબેન મિસ્ત્રી સભાગૃહ, ૧૭૩-૩૫ હોરેસ હાર્ડીગ એકસપ્રેસ વે,ફલશીંગ ન્યુયોર્ક મુકામે યોજાનાર આ સમીટમાં ગુજરાતમાં રોકાણો કરવા માટેની અણમોલ તકો અંગે ચર્ચા કરવાની તક મળશે.
સમિટમાં વિશ્વભરના ભારતીય ણૂફૂં ઉપરાંત ભારતના પ્રાઇમ મિનીસ્ટર તથા ગુજરાતના ચિફ મિનીસ્ટર અને ડેપ્યુટી ચિફ મિનીસ્ટરની ટીમ હાજરી આપશે તથા વ્યાવસાયિક આદાનપ્રદાન કરાશે સાંજે ૬.૩૦ થી ૭.૩૦ દરમિયાન સોશીઅલ અવર્સ બાદ ૭.૩૦ થી ૯ દરમિયાન મીટીંગ બાદ ૯ વાગ્યે ડિનરનું આયોજન કરાયું છે. સમિટમાં રજીસ્ટ્રેશન માટે ઞ્લ્બ્જ્ફળ્કઞ્પ્ખ્ત્ન્.ઘ્બ્પ્ દ્વારા અથવા ગ્ણ્ખ્સ્ખ્ફશ્લ્કણ્બ્વ્પ્ખ્ત્ન્.ઘ્બ્પ્ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. જેમાં આમંત્રિતો માટે પ્રવેશ છે. તથા આ કાર્ડ સાથે લાવવા જણાવાયું છે.