Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાં ચાવીરૂપ હોદા ઉપર ભારતીય મહિલા ડો.રીટા બારનવાલ ની નિમણુંક : આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકેનો મહત્વનો હોદ્દો સંભાળશે : સેનેટની બહાલી મલ્યે અમલ

વોશિંગટન :અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતીય અમેરિકન ન્યુક્લિઅર એક્સપર્ટ મહિલા સુશ્રી ડો.રીટા બારનવાલ ની ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાં નિમણુંક કરી છે.તેઓ આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ એનર્જી (ન્યુક્લિઅર એનર્જી ) તરીકે જવાબદારી સંભાળશે. તથા ન્યુક્લિઅર એનર્જી ક્ષેત્રે સંશોધનો આગળ વધારવાની વ્યવસ્થા કરશે.જે સેનેટની માન્યતા મલ્યે અમલી બનશે.આ અગાઉ તેઓ ટેક્નોલોજી ડેવલપમેન્ટ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે.

(12:45 pm IST)