Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કેનેડામાં ''રાજસ્થાન મેડીકલ એલ્યુમ્ની એશોશિએશન (RAJMAAI)નું વાર્ષિક અધિવેશન મળ્યું: ૧૬ થી ૧૮ ઓગસ્ટ ૨૦૧૯ દરમિયાન મળેલા ત્રિદિવસિય અધિવેશનમાં ૭૦૦ ઉપરાંત મેમ્બર્સ ઉમટી પડયા

કેનેડાઃ કેનેડાના ટોરોન્ટોમાં ૧૬ થી ૧૮ ઓગસ્ટ ૨૦૧૯ દરમિયાન ''રાજસ્થાન મેડીકલ એલ્યુમ્ની  એશોશિએશન (RAJMAAI)નું  વાર્ષિક અધિવેશન મળી ગયું.

RAJMAAI પ્રેસિડન્ટ ડો.વિનોદ સાંચેતી આયોજીત આ મીટીંગમાં રાજસ્થાન મેડીકલ કોલેજના ૭૦૦ ઉપરાંત ભૂતપૂર્વ સ્ટુડન્ટસ ઉમટી પડ્યા હતા.

ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત વર્લ્ડ કલાસ મેડિકલ વર્કશોપ ઉપરાંત રાજસ્થાનની પ્રાચીન તથા ભવ્ય સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમોના આયોજનો કરાયા હતા.

આ તકે AAPI પ્રેસિડન્ટ ડો.સુરેશ રેડ્ડી સહિત વિવિધ હોદેદારોએ હાજરી આપી હતી. તથા કેનેડામાં વતનનું નામ રોશન કરવા તથા કોમ્યુનીટી સેવાઓ માટે સહુને બિરદાવ્યા હતા.

(11:26 am IST)
  • ભારત સરકાર નું પ્લાનીંગ કમિશન જેને હવે આપણે સૌ નીતી આયોગથી ઓળખીએ છીએ તેમાં ફરજ બજાવતા શ્રી કશીશ મીત્તલ IAS નું ઓચિંતું રાજીનામું access_time 6:37 pm IST

  • મધ્યપ્રદેશમાં ભારે વરસાદ : ખંડવામાં ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા,અને ઓમકારેશ્વર ડેમના 16 દરવાજા ખોલાયા : ભારે વરસાદને કારણે ભોપાલમાં તમામ શાળાઓ બંધ રહેશે access_time 8:43 am IST

  • ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સારો વરસાદ પડ્યો છે. મોડીરાત્રે લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ હોવાનું અમારા ગાંધીનગરના પ્રતિનિધિ અશ્વિન વ્યાસ જણાવે છે. access_time 11:40 pm IST