Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

યુ.એસ.માં ર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરવાનો ઇન્ડિયન અમેરિકન મહિલા શેરેના ઇસ્લામ નેન્સી ઉપર આરોપઃ

પેન્સિલ્વેનિઆઃ યુ.એસ.માં પેન્સિલ્વેનિઆમાં ર વર્ષની માસૂમ બાળકી નાલાની જોન્સનનું અપહરણ થયાની ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ આ અપહરણ કરવા માટે ઇન્ડિયન અમેરિકન મહિલા ૨૫ વર્ષીય શેરેના ઇસ્લામ નેન્સી ઉપર આરોપ લગાવાયો છે. જે રાઇડ હેઇલીંગ સર્વિસ ડ્રાઇવર તરીકે કામ કરે છે તેણે બાળકીના પિતાના કહેવાથી બાળકી અન્ય મહિલાને સોંપી દીધી છે જેને તે વેચી દેવાઇ હતી.

બાળકીના પિતાના કહેવા મુજબ તે તથા તેનો મિત્ર ૩૦ ઓગ.૨૦૧૯ના રોજ નેનસીની કારમાં બેઠા હતા. જેઓ કારમાંથી ઉતરવાની સાથે બાળકીને ઉતારવા જતા હતા તે દરમિયાન કાર તથા બાળકી સાથે નેનસી રવાના થઇ ગઇ હતી. જેની તાત્કાલિક ધરપકડ કરાઇ હતી. પરંતુ બાળકીો પતો લાગ્યો નહોતો. જેના અનુસંધાને નેન્સીએ જણાવ્યા મુજબ બાળકીના પિતાના કહેવાથી તેને ૧૦ હજાર ડોલરમાં અન્ય મહિલાને વેચી દેવાઇ છે. પોલીસ તપાસ ચાલુ છે. તથા કોઇને જાણ હોય તો માહિતી આપવા વિનંતી કરી છે.

(8:59 pm IST)
  • રાત્રે 10-45 વાગ્યે અમદાવાદ થી લીબડી સુધી હાઇવે પર અતિ ભારે અનરાધાર વરસાદ ચાલુ : access_time 11:01 pm IST

  • ભાવનગર : કુંભારવાડા અંડરબ્રિજમાં ભરાયા પાણી: અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી: અંડરબ્રિજ કુંભારવાડામાંથી આવવા જવાનો એક માત્ર રસ્તો :વારંવાર રેલવે ક્રોસિંગ બંધ થતા ટ્રાફિકથી લોકો પરેશાન access_time 10:57 pm IST

  • ભારત સરકાર નું પ્લાનીંગ કમિશન જેને હવે આપણે સૌ નીતી આયોગથી ઓળખીએ છીએ તેમાં ફરજ બજાવતા શ્રી કશીશ મીત્તલ IAS નું ઓચિંતું રાજીનામું access_time 6:37 pm IST