Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

''શીખ ઇમેજ એવોર્ડ'' : યુ.એસ.ના હોબોકેન ન્યુજર્સી મેયર શ્રી રવિન્દર સિંઘ ભલ્લા તથા તેમના પત્ની સુશ્રી નવનીત કૌર ભલ્લાને આવતીકાલ ૬ એપ્રિલના રોજ અપાનારો એવોર્ડઃ નિસ્વાર્થ સેવા તથા પુરુષાર્થ દ્વારા શીખ કોમની છબી ઉજજવળ કરી બતાવવા બદલ વર્જીનીયા મુકામે શીખ અમેરિકન એજયુકેશન ફંડના ઉપક્રમે બહુમાન કરાશે

વર્જીનીયાઃ  યુ.એસ.માં હોબોકેન ન્યુજર્સી મેયર શ્રી રવિન્દર સિંઘ ભલ્લા તથા તેમના પત્ની  એકઝીકયુટીવ ડિરેકટર ઓફ મનાલી સુશ્રી નવજાત કૌર ભલ્લાનું આપતકાલ ૬ એપ્રિલ ર૦૧૯ ના રોજ ટાઇસન્સ વર્જીનીયા મુકામે બહુમાન કરાશે.

શીખ અમેરિકન લીલ ડીફેન્સ  એન્ડ એજયુકેશન ફંડ ર૦૧૯ ગાલા પ્રોગ્રામમા આ દંપતિને શીખ ઇમેજ એવાર્ડથી સન્માનિત કરાશે.

જે લોકોએ શીખોની છબી ઉજળી કરી બતાવી હોય તેમજ શીખ સિદ્ધાંતો મુજબ નિસ્વાર્થ સેવા તથા પુરુષાર્થ દ્વારા કોમ્યુનીટી માટે ઉદાહરણ પુરું પાડયુ હોય તેવી વ્યકિતઓને આ એવોર્ડ આપવામાં  આવે છે જે બાબત આ દંપતિએ સાર્થક કરી બતાવી છે.

ઉલ્લેખનીય છે કે હોબોકેનના ૩૯ મા મેયર તરીકે ૭ નવે. ર૦૧૭  ના રોજ ચૂંટાઇ આવેલા શ્રી ભલ્લાએ લોકાપયો અનેક કાર્યો દ્વારા કોન્યુનીટીને પ્રતિષ્ઠા અપાવી હોવાથી તેમનું બહુમાન કરાશે.

(10:02 pm IST)