Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

'' સેન્સેશન ર૦૧૯ '': યુ.એસ.ના એટલાન્ટા જયોર્જીયામાં શિવ ઇન્સ્ટીટયુટના ઉઁપક્રમે યોજાઇ ગયેલો ગાલા ડાન્સ પ્રોગ્રામઃ ઓમ શાંતિ ઓમ, દંગલ ગર્લ્સ, રોબો, ભાગમતિ, હીપ હોપ, ઇન્ડિયન ફોક ડાન્સ સહિત ૩૦ કૃતિઓથી દર્શકો મંત્રમુગ્ધઃ પટેલ બ્રધર્સના શ્રી કલ્પેશ પટેલએ ચિફ ગેસ્ટ તરીકે હાજરી આપી.

એટલાન્ટાઃ તાજેતરમાં યુ.એસ. ના એટલાન્ટા જયોર્જીયામાં '' શિવ ઇન્સ્ટીટયુટ ઓફ ડાન્સ' ના ઉપક્રમે દ્વિવાર્ષિક '' સેન્સેશન પ્રોગ્રામ'' યોજાઇ ગયો.

લૈસ્ટર હાઇસ્કૂલ ઓડીટોરીયમ ખાતે યોજાયેલા આ ગાલા પ્રોગ્રામમાં ઇન્સ્ટીટયુટના ફાઉન્ટર શિવા તુલોપતી, તેમની ટીમ તથા ૩૦૦ સ્ટુડન્ટસએ  વિવિધ પ્રકારના ડાન્સ રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

વિવિધ વેશભૂષ સાથે ૩૦ કૃતિઓ રજુ કરાઇ હતી. આ પ્રસંગે પટેલ બ્રધર્સના માલિક શ્રી કલ્પેશ પટેલએ ચિફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.  તથા ઓમ શાંતિ ઓમ, એશિયન એન્ડ દંગલ ગર્લ્સ રોબો, ભાગમતિ તેમજ બોલીવૂડ હીપ રોપ, મઝ,લેટિન, કલાસિકલ, તથા ઇન્ડિયન ફોક ડાન્સ તથા મ્યુઝીક સહિતની કૃતિઓ નિહાળી  હતી. તેવુ NRI PALSE દ્વારા જાણવા મળે છે.

(10:01 pm IST)