Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

' સ્ટુડન્ટ્સ ઓફ ધ ઇયર ' : યુ.એસ.ના એટલાન્ટામાં હિન્દૂ ટેમ્પલ ખાતે યોજાઈ ગયેલો પ્રોગ્રામ : વોલ્ટન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાલવાધ્યમ,તથા ભરતનાટ્યમ કૃતિઓ પેશ કરી 40 હજાર ડોલર ભેગા કરી દીધા : તમામ રકમ લ્યુકેમિયા તથા લિમ્ફોમિયા વિષયક જાગૃતિ ફેલાવી મૃત્યુ દર ઘટાડવા ઉપયોગમાં લેવાશે

એટલાન્ટા : યુ.એસ.માં હિન્દૂ ટેમ્પલ ઓફ એટલાન્ટા ખાતે 10 માર્ચ 2019 ના રોજ લ્યુકેમિયા તથા લિમ્ફોમિયા સોસાયટી દ્વારા સ્પોન્સર કરાયેલ પ્રોગ્રામ ' સ્ટુડન્ટ્સ ઓફ ઇયર ' યોજાય ગયો.જેમાં મનમોહક તાલવાદ્યમ ,તથા ભરતનાટ્યમ પેશ કરી વોલ્ટન હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સ તથા ટીચર્સએ 40 હજાર ડોલર ભેગા કરી દીધા હતા.જેનો ઉપયોગ લ્યુકેમિયા તથા લિમ્ફોમિયા વિષયક જાગૃતિ ફેલાવવા તથા સંશોધનો આગળ વધારી મૃત્યુદર ઘટાડવા,તેમજ રોગગ્રસ્ત પરિવારના લોકોને મદદરૂપ થવા કરાશે

(8:56 pm IST)