Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

કોલ સેન્ટર કૌભાંડ મામલે ભારતીય મૂળના મહેબૂબ મનસુરઅલી ચારણીયાને 16 માસની જેલસજા : 340 લોકો સાથે બનાવટ કરી 2 લાખ ડોલર ઉસેડી લીધા હતા

વોશિંગટન : કોલ સેન્ટર કૌભાંડ મામલે ભારતીય મૂળના મહેબૂબ મનસુરઅલી ચારણીયાને 16 માસની જેલસજા થઇ છે. તેણે ભારત ખાતેના કોલ સેન્ટર સાથેની સાઠગાંઠ સાથે  340 લોકો સાથે બનાવટ કરી 2 લાખ ડોલર ઉસેડી લીધા હોવાનો આરોપ 17 જાન્યુઆરીના રોજ પુરવાર થઇ ગયો હતો.જેના અનુસંધાને તેને ઉપરોક્ત સજા ફરમાવાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:34 pm IST)