Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

" વિઝડમ ફોર લાઈફ " : અમેરિકામાં વેદાન્તા ફાઉન્ડેશનના ઉપક્રમે રૂટગર્સ યુનિવર્સીટી ન્યુ બ્રન્સવિક મુકામે 28 એપ્રિલના રોજ શ્રી ગૌતમ જૈનનું લેક્ચર : તનાવ ઘટાડવા, ઉર્જા વધારવા,તથા પ્રફુલ્લિત જીવન જીવવા માટે માર્ગદર્શન આપનાર પ્રોગ્રામમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

ન્યુ બ્રન્સવિક : અમેરિકામાં રૂટગર્સ યુનિવર્સીટી ન્યુ બ્રન્સવિક મુકામે  વેદાન્તા ફાઉન્ડેશન USA ના ઉપક્રમે  28 એપ્રિલના રોજ શ્રી ગૌતમ જૈનનું લેક્ચર યોજાશે જે અંતર્ગત  તનાવ ઘટાડવા, ઉર્જા વધારવા,તથા પ્રફુલ્લિત જીવન જીવવા માટે માર્ગદર્શન આપનાર પ્રોગ્રામમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવેલ છે.પ્રોગ્રામમાં શામેલ થવા તથા વિશેષ વિગત માટે www.vedantausa.org/wisdom.pdf દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

શ્રી જૈન સ્વામી એ.પાર્થસારથીના શિષ્ય છે.તથા નોનપ્રોફિટ વેદાંત કલચરલ  ફાઉન્ડેશન યુ.એસ.એ.ના વડા છે. તેમના અનેક લેક્ચર દેશ વિદેશોમાં યોજાઈ ગયા છે.

(12:30 pm IST)