Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ઇન્ડિયન અમેરિકન હોટેલિયર પાસેથી લાંચ લેવાના આરોપસર ન્યુયોર્કના રાજકિય આગેવાન દોષિતઃ રેસ્ટોરન્ટ માલિક હરેન્દ્ર સિંઘને મોટી રકમની લોન અપાવવા લાંચ લીધાનું પૂરવાર

ન્યુયોર્કઃ ઇન્ડિયન અમેરિકન રેસ્ટોરન્ટ માલિક પાસેથી લાંચ લેવાના આરોપસર ન્યુયોર્કના લોંગ આઇલેન્ડમાં આવેલા નાસાઉ કાઉન્ટીના રાજકિય આગેવાન એડવર્ડ મેન્ગાનોને ફેડરલ જ્યુરીએ દોષિત ગણ્યા છે. તેમને લાંચ લઇને મોટી રકમની લોન અપાવવા માટે મદદગારી કરવા સબબ કસૂરવાન ગણાવામાં આવ્યા છે. ઉપરાંત લાંચ આપવા બદલ ઇન્ડિયન અમેરિકન રેસ્ટોરન્ટ માલિક હરેન્દ્ર સિંઘને પણ જવાબદાર ગણ્યા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:33 pm IST)