Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે ૨૫ ઉપરાંત ડેમોક્રેટ ઉમેદવારો રેસમાં: પ્રાઇમરી ચૂંટણીઓ બાદ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસ ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ઉભરી આવશેઃ રાજકિય પંડિતોનો અભ્યાસ

કેલિફોર્નિયાઃ અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી લડવા માટે ૨૫ ઉપરાંત ડેમોક્રેટ ઉમેદવારો રેસમાં છે. જેમાંથી વર્તમાન પ્રેસિડન્ટ રિપબ્લીકન ડોનાલ્ડ ટ્રમ્પ સામે કોણ ટક્કર લેશે તે બાબત પ્રાઇમરી ચૂંટણીઓ પછી સ્પષ્ટ થશે. પરંતુ રાજકિય પંડિતોના અભ્યાસ મુજબ આ પદ માટે સૌથી અગ્રક્રમના ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસ ગણાય છે.

આ અભ્યાસુઓના તારણ મુજબ તાજેતરમાં યોજાઇ ગયેલી મિડટર્મ ચૂંટણીઓમાં પુરૂષો કરતા મહિલાઓ વધુ ચૂંટાઇ આવી છે. સુશ્રી કમલા હેરીસને કોંગ્રેસના સ્પીકર નાન્સી પેલોસીનું સમર્થન છે. ઉપરાંત સુશ્રી કમલાના બહેન માયા હેરીસ ચૂંટણી કમ્પેનમાં માહેર છે. જેઓને ગઇ ટર્મના ઉમેદવાર હિલેરી કિલન્ટનના ચૂંટણી કમ્પેનનો અનુભવ છે. તેમજ પૂર્વ ડેમોક્રેટ પ્રેસિડન્ટ બરાક ઓબામાનું પણ સમર્થન છે. એટલું જ નહીં સુશ્રી કમલાના પિતાશ્રી જમેઇકન તથા માતા હિન્દુ છે. તેથી તેઓને આફ્રિકન અમેરિકન તથા સાઉથ એશિઅન અમેરિકન પ્રજાજનોનો ટેકો મળી શકે છે. એટર્ની તરીકેની તેમની ઉજ્જવળ કારકિર્દી પણ મદદરૂપ થઇ શકે છે અને છેલ્લે ગઇટર્મમાં હિલેરી કિલન્ટનને બદલે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઇ આવશે તેવી આગાહી કરનાર એકમાત્ર રાજકિય પંડિતએ પણ આ વખતે પ્રેસિડન્ટ પદ માટે ડેમોક્રેટ પ્રતિનિધિ તરીકે સુશ્રી કમલા ટેરીસને અગ્રક્રમે ગણાવ્યા છે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

 

(8:04 pm IST)