Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

અમેરિકાની ફેક યુનિવર્સીટીમાં એડમિશન મેળવનાર 129 ભારતીય વિદ્યાર્થીઓનો હેતુ ગેરકાયદે ઘુસવાનો હતો :તેમને ખબર હતી કે અહીં કોઈ ભણાવવાનું નથી : ગુનો કરવાથી વાકેફ હતા : દિલ્હી ખાતેના અમેરિકન દૂતાવાસનું મંતવ્ય

ન્યુદિલ્હી : ભારત ખાતેના અમેરિકાના દૂતાવાસએ જણાવ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદે ઘુસવા બદલ ધરપકડ કરાયેલા 129 ભારતીય સહિત 130 વિદ્યાર્થીઓનો હેતુ ગેરકાયદે ઘુસણખોરીનો હતો.તેઓ જાણતા હતા કે અહીં કોઈ ભણાવવાનું નથી વિદ્યાર્થીઓએ જાણી જોઈને અમેરિકામાં રહેવા માટે ગુનો કર્યો છે

બીજી બાજુ અમેરિકામાં ભારતીય દૂતાવાસના  હોદેદારો  વિદ્યાર્થીઓની મદદ કરવાના દરકે પ્રકારના પ્રયત્ન કરી રહ્યાં છે. તે માટે કાયદાની મદદ પણ લેવામાં આવી છે. ભારતીય અમેરિકન અને મીડિયા સંસ્થાઓ પણ સરકારે રીતે વિદ્યાર્થીઓની ધરપકડ કરી હોવાથી તેમની સામે સવાલ ઉભા કરી રહ્યાં છે. લોકો આને વિદ્યાર્થીઓને ફસાવનાર અને ગેરકાયદેસર કામ ગણાવી રહ્યાં છે.

(12:05 pm IST)