Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ખેડૂત આંદોલનને અમેરિકાના અમુક સાંસદોએ સમર્થન ઘોષિત કર્યું : ભારત સરકારના ભ્રામક કૃષિ કાયદા વિરુદ્ધ શાંતિપૂર્ણ દેખાવો કરવાનો ખેડૂતોને અધિકાર છે : અમારા આંતરિક મામલામાં દાખલ કરવી વ્યાજબી નથી : ભારત સરકારનો જવાબ

વોશિંગટન : અમેરિકાના અમુક સાંસદોએ ભારતમાં ચાલી રહેલા કૃષિ ધારા વિરુદ્ધ આંદોલનને સમર્થન ઘોષિત કર્યું છે.આ સાંસદોએ જણાવ્યું છે કે સરકારના  ભ્રામક કૃષિ  કાયદા વિરુદ્ધ  શાંતિપૂર્ણ દેખાવો કરવાનો ખેડૂતોને  અધિકાર છે .સામે પક્ષે ભારત સરકારે આ સાંસદોને જવાબ આપતા જણાવ્યું છે કે લોકતાંત્રિક ભારત દેશનો આ આંતરિક મામલો છે.તેમાં દખલ કરવી વ્યાજબી નથી.

રિપબ્લિક તથા ડેમોક્રેટ સાંસદોએ જણાવ્યું હતું કે કોઈપણ જાતના ભય વિના તથા હિંસા આચર્યા વિના ખેડૂતોને શાંતિપૂર્ણ દેખાવો કરવા દેવા જોઈએ.26 નવેમ્બરથી આ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે.

ડેમોક્રેટિક સાંસદ જોશ હાર્ડરે જણાવ્યું હતું કે ભારત વિશ્વનો  સૌથી મોટો લોકશાહી દેશ છે.હું નરેન્દ્ર મોદીને આ મામલે દરમિયાનગીરી કરી ખેડૂતોની ફરિયાદ સાંભળવા વિનંતી કરું છું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:07 pm IST)