Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરી રહેલા વિશ્વના 8 દેશોમાં પાકિસ્તાન અને ચીનનો સમાવેશ : અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પીઓએ જાહેર કરેલી યાદી

વોશિંગટન : ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરી રહેલા વિશ્વના 8 દેશોની યાદીમાં  અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પીઓએ પાકિસ્તાન અને ચીનનો સમાવેશ કર્યો છે.તથા જણાવ્યું છે કે ધાર્મિક સ્વતંત્રતાનું થઇ રહેલું ઉલ્લંઘન ચિંતાનો વિષય છે.

પોમ્પીઓએ જાહેર કરેલી આ 8 દેશોની યાદીમાં પાકિસ્તાન અને ચીન ઉપરાંત મ્યાનમાર ,ઇરિટ્રિયા ,ઈરાન ,નાઈજીરિયા ,ઉત્તર કોરિયા ,સાઉદી આરબ ,તાજિકિસ્તાન ,તથા તુર્કમેનિસ્તાનનો સમાવેશ કર્યો છે. આ અગાઉ આ યાદીમાં સમાવિષ્ટ દેશો સુદાન તથા ઉબ્જેકિસ્તાનને નવી યાદીમાંથી બાકાત કરાયા છે.કેમ કે ત્યાં આ બાબતે સુધારો નોંધાયો છે.

તેમણે જણાવ્યું હતું કે લોકોને ધાર્મિક સ્વાતંત્ર્ય મેળવવાનો અધિકાર છે.જે અપાવવા અમે કાર્યવાહી હાથ ધરીશુ.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:17 pm IST)