Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

' પ્રિ ક્રિસમસ પાર્ટી ' : અમેરિકાના આર્ટેસીયામાં યોજાઈ ગયેલી પાર્ટી : ઇન્ડિયન અમેરિકન કલચરલ સોસાયટી ,લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ ,તથા આર્ટેસીયા સીટી કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે કરાયેલું આયોજન : નબળા અને મધ્યમ વર્ગ પરિવારોના બાળકોને રમકડાં તથા ગિફ્ટનું વિતરણ કરાયું : કોવિદ -19 ના નિયમોના પાલન સાથે કોમ્યુનિટી હોલમાં રોશનીનો ઝગમગાટ, ક્રિસમસ ટ્રી, તોરણ અને ઉમંગ સાથે તહેવારને બિન સાંપ્રદાયિક આવકાર અપાયો : પૂર્વ મેયર, કાઉન્સિલમેન સહિતના અગ્રણીઓએ હાજરી આપી

કેલિફોર્નિયા : અમેરિકાના આર્ટેસીયા સીટી કાઉન્સિલ હોલમાં પ્રિ ક્રિસમસ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી.અહીં નબળા અને મધ્યમ વર્ગ પરિવારના બાળકોને રમકડાં, તથા ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.મોટા પ્રમાણમાં બાળકો પરિવાર સાથે પહોંચ્યા હતા.ખાસ કરીને સ્થાનિક અમેરિકન ,તથા મેક્સિકન પ્રજાજનો આ કાર્યક્રમ માણવા પહોંચ્યા હતા.

હાલ અમેરિકાના કેલિફોર્નિયામાં ત્રણ સપ્તાહના લોકડાઉનની ગણતરીઓ મંડાઈ રહી છે.ત્યારે આર્ટેસીયા સીટી કાઉન્સિલ અને લેબોન ગ્રુપ ,તેમજ ઈન્ડો અમેરિકન કલચરલ સોસાઈટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રિ ક્રિસમસ ફેસ્ટિવલ કાર્યક્રમમાં બાળકોએ ખુબ મોજ કરી અને  મનગમતી ગિફ્ટ મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોવિદ -19  નિયમોનું પાલન કરાયું હતું.

અમેરિકા નાતાલની ઉજવણી કરવા થનગની રહ્યું છે.અને વહીવટી તંત્ર કોરોના સંક્રમણને વધતું અટકાવવા ફેર વિચારણા કરી રહ્યું છે.જોકે ઉત્સવ ઉજવનારા રસ્તો કાઢી જ લેતા હોય છે.આમ તો  નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર કહેવાય પરંતુ અમેરિકામાં વસતા વિવિધ દેશોના નાગરિકો પણ તેમાં ભાગ લેતા થઇ ગયા છે.આ ઉત્સવને બિનસાંપ્રદાયિક રીતે ઉજવવામાં બિન ખ્રિસ્તી સમુદાયનો પણ બહુ મોટો ભાગ રહ્યો છે.

કેલિફોર્નિયા અને લોસ એંજલ્સમાં લોકડાઉન જાહેર થાય તે પહેલા જ આર્ટેસીયા સીટી કાઉન્સિલ ,લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ ,તથા ઈન્ડો અમેરિકન કલચરલ સોસાઈટીના સંયુક્ત ઉપક્રમે સીટી કાઉન્સિલ કોમ્યુનિટી હોલમાં પ્રિ ક્રિસમસ ફેસ્ટિવલ પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર હોલને શણગારવામાં આવ્યો હતો.વિવિધ સુશોભનો કરાયા હતા. નાતાલનું ઝાડ ,લાલ ટેટાવાળું એક સદાપર્ણી ઝાડ અને તેની રોશની ,તોરણો ,લીલા વૃક્ષોની સજાવટ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

11 હજાર ડોલર ઉપરાંતની કિંમતના રમકડાં ,તથા અન્ય ગિફ્ટનું વિતરણ કરાયું હતું. એક વૃદ્ધ વ્યક્તિને સાન્તા ક્લોઝ બનાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં આર્ટેસીયા સીટી કાઉન્સિલના પૂર્વ મેયર અલિતાજ હાજર રહ્યા હતા.આ ઉપરાંત કાઉન્સિલમેન ટોની લીંબા ,તથા રેને  ટ્રેવીનો પણ હાજર રહ્યા હતા.આ ફેસ્ટિવલ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન સોસાયટી તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ ,દ્વારા મોટો આર્થિક સહયોગ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રિ ક્રિસમસ પાર્ટીમાં આવેલા બાળકોને  લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના શ્રી યોગી પટેલ તેમજ ઈન્ડો અમેરિકન કલચરલ સોસાઈટીના પ્રમુખ શ્રી પરિમલ શાહ ,તેમજ ઉપસ્થિત કાઉન્સિલમેનના હસ્તે ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું.

(11:58 am IST)