Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ગુજરાતી સિનીયર સોસાયટી પ્લેનો GSSP TX દ્વારા ગરબા મહોત્સવ ની ઉજવણી : ૧૫૦ ઉપરાંત સભ્ય ભાઈ બહેનો ગરબામાં ભાગ લેવા ઊમટી પડયા : બે કલાક સુધી નોન-સ્ટોપ ગરબા અને રાસ ની રમઝટ બોલાવી

ટેક્સાસ :  ગુજરાતી સિનીયર સોસાયટી પ્લેનો દ્વારા તારીખ ૨૦ મી ઓક્ટોબરના રોજ નવરાત્રી ની ઉજવણી માટે લગભગ ૧૫૦ થી વધુ સભ્ય ભાઈ બહેનો ગરબામાં ભાગ લેવા ઊમટી પડયા હતા.જેમાં બહેનો સાડી-ચણીયા ચોરી અને ભાઈઓ કૃર્તા-પાયજામાં અને રંગ બેરંગી કોટી સાથે ગરબામાં ભાગ લેવા ઉમટી પડયા હતા. આ માટે ભાવેશભાઈ ખત્રી ( તીરંગા ગૃપ) તથા નિરવાબેન શાહ ( પાયલ અકેડમી )એ લગભગ ૨ કલાક નોન-સ્ટોપ ગરબા અને રાસ ની રમઝટ બોલાવીહતી. ગરબાની શરૂઆત નિરવાબેન શાહે પ્રાથનાથી કરાવી હતી.

ઉજવણીની શરૂઆતમાં પ્રથમ પ્રમુખશ્રી સુભાષભાઈ શાહે આવકાર
પ્રવચન દ્વારા સૌ ને આવકાર આપ્યો હતો..અને સૌને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે નવેમ્બર માસમાં દિવાળી ડિનરના આયોજન અંગે સૌને માહિતી આપી હતી. આ પ્રસંગે ઓક્ટોબર માસમાં જે  ૨૮ સભ્યોની બર્થડે હતી તેઓ સૌને સુભાષભાઈ શાહ એ બર્થડે કાર્ડ આપી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી, બર્થડે માં ઘણા સભ્યોએ સંસ્થા માટે આર્થીક યોગદાન પણ આપ્યું હતું. આ પ્રસંગે ટેક્ષાસ સ્ટેટ રીપ્રેન્સટીટિવ Mattshan એ ખાસ હાજરી આપી હતી..તેમનો પરીચય આત્મને રાવળે આપ્યો હતો. આ પ્રસંગે Matts સૌને નવરાત્રી ની શુભેચ્છા પણ પાઠવી હતી તથા Austin Capital ની મુલાકાત માટે આમંત્રણ આપેલ.

આ કાર્યક્રમ ની શરૂઆતમાં બધા સભ્યોનું Covid Test Ecle Lab તરફથી ફ્રી કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમના સ્પોન્સર મીનકેશ અને અલકા રાવ હતા. ગરબા બાદ શ્રી અંબેમાતાની આરતી કરવામાં આવેલ. સૌ સભ્યો માતાજી ને ધરાવવા અનેક વેરાઈટીમાં પ્રસાદ લાવ્યા હતા. અંતમાં પિયુષભાઈ અને રૂપલબેને બનાવેલ દૂધ-પાક પુરી,જલેબી ઉંધીયું અને કચોરી તથા કઢી-ભાત નો હાજર સૌએ સ્વાદ માણેલ..તેમજ લીલાવતીબેન શાહ તરફથી પાપડી-ગાંઠીયા અને મરચા તથા ધીરૂભાઈ ભુવા તરફથી પાણીની બોટલ અને બીસ્કિટ આપવામાં આવેલ. આ પ્રસંગને સફળ બનાવવામાં દરેક કમિટીના સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવેલ એ સૌને પણ ધન્યવાદ.તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે. 

(12:00 am IST)