Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું 19મું વાર્ષિક સંમેલન યોજાયું : 30 ઓક્ટોબર 2021ના રોજ રોયલ અલબર્ટ પેલેસ ખાતે આયોજિત સંમેલનમાં 500 થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ અને મહેમાનોએ હાજરી આપી : મહાનુભાવોના પ્રવચન, મ્યુઝિક અને ગરબાની રમઝટ સાથે સહુએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું (SPU) 19મું વાર્ષિક સંમેલન યોજાયું હતું. 30 ઓક્ટોબર, 2021ના રોજ રોયલ અલબર્ટ પેલેસ ખાતે આયોજિત સંમેલનમાં 500 થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ અને મહેમાનોએ હાજરી આપી હતી. મહાનુભાવોના પ્રવચન, મ્યુઝિક અને ગરબાની રમઝટ સાથે સહુએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો.

સંમેલનમાં બીજી પેઢીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસપીયુમાંથી સ્નાતક થનારી   સુશ્રી નેહલ પટેલે  ઇલેક્ટ્રિકલ એન્જીનીઅર તરીકે પોતાની અનોખી વાત શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારત શૈક્ષણિક પ્રોજેક્ટ.ક્ષેત્રે કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે.

પ્રખર વક્તા અને એવોર્ડ વિજેતા પ્લાસ્ટિક સર્જન વર્જિનિયા સ્થિત ડૉ. બળવંત અરોરાએ સર્જનાત્મક રમૂજ સાથે વીદ્વતા ભરેલું જ્ઞાન પીરસ્યું હતું જે ખરેખર ઉપસ્થિતોનું મનોરંજન કરવાની સાથે અને શિક્ષિત કરનારું હતું.
મુખ્ય મહેમાન, અતિથિ વિશેષ અને અતિથિ વક્તાઓને SPU તરફથી પ્રશસ્તિપત્ર સાથે ચંદ્રક આપવામાં આવ્યા હતા. FIAના અધ્યક્ષ સ્વ.શ્રી રમેશ પટેલ અને રોગચાળા દરમિયાન જીવ ગુમાવનારાઓને
એસપીયુ કમિટી પૂર્વ મેમ્બર શ્રી પ્રકાશ પટેલ દ્વારા યાદ કરવામાં આવ્યા હતા

એસપીયુના ફોઉન્ડિંગ ફાધર્સ ભાઈલાલભાઈ પટેલ, ભીખાભાઈ પટેલને   શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એચ.એમ.પટેલએ આ અદ્ભુત સાંજની શરૂઆતમાં ભારતના લોખંડી પુરૂષ, કટ્ટર સ્વતંત્રતા સેનાની અને દેશનું  એકીકરણ કરનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને 31મી ઓક્ટોબરના રોજ તેમની 146મી જન્મજયંતિ નિમિત્તે યાદકર્યા હતા અને તેમને સલામી આપવામાં આવી હતી.

મુખ્ય મહેમાન અને ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ અને CVM યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ અને શ્રીમતી સરોજબેન બી. પટેલ અને અતિથિ વિશેષ પ્રોફેસર સુબોધ બી. દેસાઈએ કાર્યક્રમની શરૂઆતમાં સરદાર પટેલના ફોટાને પુષ્પહાર અર્પણ કર્યા હતા.

કાર્યક્રમમાં શ્રી ભીખુભાઈ પટેલે SPU ની પ્રગતિની વર્તમાન સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડો સુબોધ દેસાઈએ  એસપીયુનો તેમનો અનુભવ શેર કર્યો હતો અને એસપીયુના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલા કામની પ્રશંસા કરી હતી.

 

વર્જીનિયાના સેવક પ્રોજેક્ટના ચેરમેન ડો. ઠાકોર પટેલે અપડેટ્સ આપ્યા હતા જે મુજબ ગ્રામીણ ભારતમાં માનવતાવાદી અને આરોગ્ય સંભાળ પ્રોજેક્ટમાં  કેટલાક SPU ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હતા . કે જેમાં એન્જિનિયરિંગમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા સરલાબેન પટેલ
ડૉ. રાજેન્દ્ર પટેલ, કાર્ડિયોલોજિસ્ટ અને રોયલ આલ્બર્ટ પેલેસના શ્રી આલ્બર્ટ જસાણી એસપીયુ એલ્યુમની એસોસિએશનના લાંબા સમયથી સમર્થક શ્રી રજની પટેલ , માનવતાવાદી પ્રોજેક્ટ્સને તેમના સતત સમર્થન માટે ટ્રેઝરર  શ્રી પિયુષ પટેલ તેમજ મીડિયા અને ટેકો આપનારા તમામનો આભાર માનીને સંમેલન સમાપ્ત થયું હતું.

માસ્ટર ઓફ સેરિમની ડો. તુષાર પટેલે મીડિયા સમર્થકો TV Asia, Indus TV, ITVની તેમની નિષ્ઠાપૂર્વક સેવાઓ માટે પ્રશંસા કરી હતી.તેમજ
ગોલ્ડ & amp; પરીખ વર્લ્ડવાઇડ મીડિયા, અકિલા સમાચાર, ગુજરાત દર્પણ, ટીવી 9, હાય ઇન્ડિયા, સેન્ટીનેલ SB/NB, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સહાયક સંસ્થાઓ MHO હોટેલ્સ, IACFNJ, રોયલ આલ્બર્ટ્સ પેલેસ, ભટ્ટ ફાઉન્ડેશન અને ELFA એ SPU ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનને તેમના સમર્થન માટે આભાર માની બિરદાવ્યા હતા.

મીના નાગ ગ્રુપ ઓફ નૃત્ય તરફથી અદ્ભુત રીતે કોરિયોગ્રાફ કરેલ નૃત્ય પ્રદર્શન પેશ કરાયું હતું. ક્રિએશન્સ એકેડેમી ઓફ ડાન્સ, રાકેશ રાજના લાઈવ સિંગિંગ અને ગરબાને  ઉપસ્થિતોએ બિરદાવ્યા હતા.

SPU ભારતમાં સૌથી વધુ અને પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી એક છે. જેના
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા છેલ્લા બે દાયકાથી ઘણા પ્રોજેક્ટ હાથ ધરાયા છે. તેવું ડો. તુષાર પટેલના અહેવાલ તથા શ્રી જયેશ પટેલના
ફોટો સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(8:45 pm IST)