Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

અમેરિકામાં શ્રી દ્વારકાધીશ મંદિર ,પાર્લીન ન્યુજર્સી મુકામે દિવાળી મહોત્સવ : 4 નવે.2021 ગુરુવારે મંદિરમાં ચોપડા પૂજન કરાશે : ઉત્સવ દરમિયાન રોજ સાંજે 7 -00 વાગ્યે શયનમાં બંગલામાં દીપમાલિકા દર્શન : મંદિરના પ્રાંગણમાં આનંદ બજાર યોજાશે : નવું વર્ષ 05 નવેમ્બર 2021 ના રોજ : અન્નકૂટ મહોત્સવ 21 નવે.2021 રવિવારે ઉજવાશે

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં શ્રી દ્વારકાધીશ મંદિર , 717 ,વોશિંગટન રોડ ,પાર્લીન ન્યુજર્સી મુકામે દિવાળી મહોત્સવ ઉજવાશે .જે અંતર્ગત 4 નવે.ગુરુવારે મંદિરમાં ચોપડા પૂજન કરાશે .  જેનો સમય બપોરે 2 - 05 થી 5 - 00 વાગ્યાનો રહેશે.( સવારે 10- 06 થી 11- 24 તથા સવારે 11 - 46 થી 01 - 02 ) ( 3 - 05 થી 03 - 47 ) રહેશે.
નવું વર્ષ શુક્રવાર 05 નવેમ્બર 2021 ના રોજ મંગળા દર્શન સવારે 8 - 00 વાગ્યે થશે.

ભાઈબીજ શનિવાર 06 નવેમ્બર 2021 ના રોજ .ઉત્સવ દરમિયાન રોજ સાંજે 7 -00 વાગ્યે શયનમાં બંગલામાં દીપમાલિકા દર્શન થશે.મંદિરના પ્રાંગણમાં આનંદ બજાર યોજાશે. અન્નકૂટ મહોત્સવ 21 નવે.2021 રવિવારે ઉજવાશે

વિશેષ માહિતી મંદિરના કાર્યાલયના કોન્ટેક નં 732 - 254 - 0061 દ્વારાઅથવા www.dwarkadhishtemple.org મેળવી શકાશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(2:08 pm IST)